December 23, 2024

મિયાં મુસ્લિમો પાસેથી માછલી ન ખરીદો, આસામમાં વધી રહી છે કીડનીની બીમારીઃ હિંમતા બિસ્વા

Assam: આસામ વિધાનસભામાં ‘હું રાજ્યને મિયાં મુસ્લિમોની ભૂમિ નહીં બનવા દઉં’ જેવા તીક્ષ્ણ નિવેદનો આપ્યા બાદ સીએમ હિમંતા બિસ્વા સરમાએ ફરી એક વખત આકરા પ્રહારો કર્યા છે. બુધવારે તેમણે કહ્યું હતું કે છેલ્લા ચાર વર્ષમાં નાગાંવ અને મોરીગાંવમાં માછલીની ખેતી કરતા લોકોના કારણે રાજ્યમાં કિડનીની બિમારીઓ વધી રહી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે આ બે જિલ્લામાં ઉત્પાદક માછલી ઉછેરમાં યુરિયાનો ઉપયોગ કરવામાં આવે છે. નાગાંવ અને મોરીગાંવમાં માછીમારી ઉદ્યોગ પર ઇમિગ્રન્ટ મુસ્લિમોનું વર્ચસ્વ છે, જે આસામી મિયાં મુસ્લિમો તરીકે ઓળખાય છે. સરમાએ આસામના લોકોને આ લોકો પાસેથી માછલી ન ખરીદવાની સલાહ આપી હતી.

સીએમ હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે માછલીનું ઉત્પાદન વધારવા માટે ઘણા ઓર્ગેનિક માર્ગો છે. જો તેઓ માછલી ઉત્પાદન માટે શોર્ટકટ લેતા રહેશે તો તે કામ કરશે નહીં. જોકે સીએમ શર્માએ કોઈ ધર્મ કે જાતિનું સીધું નામ લીધું નથી. પરંતુ તેમના નિવેદનને આસામમાં “મિયાં મુસ્લિમો” વિરુદ્ધ પ્રતિક્રિયા તરીકે જોવામાં આવી રહ્યું છે.

નાગાંવ અને મોરીગાંવ વ્યવસાયમાં સ્થળાંતરિત મુસ્લિમો
આસામમાં “મિયાં” શબ્દનો ઉપયોગ બાંગ્લાદેશી મૂળના ઇમિગ્રન્ટ મુસ્લિમો માટે થાય છે. તેમની વસ્તી નાગાંવ અને મોરીગાંવમાં માછીમારી ઉદ્યોગ પર પ્રભુત્વ ધરાવે છે. 22 ઓગસ્ટે લઘુમતી સમુદાયના ત્રણ યુવકો દ્વારા ધોરણ 10ની વિદ્યાર્થીની પર સામૂહિક બળાત્કારના કારણે નાગાંવમાં ફેલાયેલા તણાવ બાદ સરમાએ આ ટિપ્પણી કરી હતી.

આ પણ વાંચો: ઈઝરાયલ એમ્બેસીની બહાર શૂટરે કર્યું અંધાધૂંધ ફાયરિંગ, લોકોએ કરી બૂમાબૂમ ‘ભાગો ભાગો’

ચાર જિલ્લામાં અનેક સંગઠનો દ્વારા ઇમિગ્રન્ટ મુસ્લિમોને વિસ્તાર છોડવા માટે કહેવામાં આવી રહ્યું છે. જેના કારણે અપર આસામમાં માછીમારીને મળતો પુરવઠો બંધ થઈ ગયો છે. સરમાએ કહ્યું, “મેં અપર આસામના લોકોને કહ્યું છે કે તેઓ નાગાંવ અને મોરીગાંવમાં માછલી ન મોકલે તો સારું. આ તકનો લાભ ઉઠાવો અને બજાર પર કબજો કરો, લડાઈ કરીને નહીં, પરંતુ લોકોના સારા સ્વાસ્થ્ય માટે. “

તેમણે કહ્યું કે માછલી આસામના લોકોના આહાર અને સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે. રાજ્યમાં દર મહિને આશરે 40,000 મેટ્રિક ટન માછલીની માંગ છે. મોરીગાંવ, નાગાંવ અને કચર રાજ્યમાં ટોચના માછલી ઉત્પાદકો છે. આસામ આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહાર સહિત અન્ય રાજ્યોમાંથી માછલી ખરીદે છે.