January 8, 2025

HMPVથી ડરશો નહીં, તે જૂનો વાયરસ છે: કર્ણાટકના આરોગ્ય પ્રધાન

HMPV: ભારતમાં કોરોના પછી ફરી એક વાયરસ આવ્યો છે. જેના દેશમાં 3 કેસ સામે આવ્યા છે. કર્ણાટકમાં બે કેસ અને પહેલો કેસ ગુજરાતના અમદાવાદમાં સામે આવ્યો છે. આ દરમિયાન કર્ણાટક સરકારે સોમવારે ખાતરી આપી છે કે HMPV વિશે ચિંતા કરવાની જરૂર નથી.

આ પણ વાંચો: દિલ્હીના સીએમ આતિશી કેમ ભાવુક થઈ ગયા?

HMPV વિશે ચિંતા
કર્ણાટક સરકારે HMPV વિશે ખાતરી આપી હતી કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. રાજ્યના આરોગ્ય પ્રધાન દિનેશ ગુંડુ રાવે કહ્યું, “મને નથી લાગતું કે આપણે ગભરાવું જોઈએ કારણ કે HMPV એ નવો વાયરસ નથી. દેશમાં પહેલાથી જ વાયરસ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ બંને દર્દીઓનો કોઈ આંતરરાષ્ટ્રીય પ્રવાસ નથી. આરોગ્ય પ્રધાન કહ્યું કે મને નથી લાગતું કે આ વાયરસથી આપણે ડરવું જોઈએ. આ વાયરલ કંઈ નવો નથી. દેશમાં પહેલાથી જ આ વાયરસ હાજર છે.