કર્ણાટકના મંદિરમાં કરોડો રૂપિયાનું દાન, 100થી વધુ પુજારીઓએ ગણતરી કરી રકમ

Karnataka Temples: ભારતના મંદિરોમાં લાખો અને કરોડો રૂપિયાનું દાન આવવું તે કોઈ વાત નવી નથી. દેશના ઘણા મંદિરોમાં મોટી સંખ્યામાં લોકો દાન કરે છે. આ વચ્ચે કર્ણાટકના એક મંદિરમાંથી ચોંકાવનારી માહિતી આપી છે. આ મંદિરમાં કરોડો રુપિયા રોકડા અને સોનું અને ચાંદી પણ દાનમાં આવ્યા હતા.
આ પણ વાંચો: IPL 2025: ઈશાન કિશનનું જોરદાર કમબેક, માત્ર 45 બોલમાં સદી ફટકારી
સોશિયલ મીડિયા પર વાયરલ ફોટો
કર્ણાટકમાં સ્થિત આ મંદિરનું નામ રાઘવેન્દ્ર સ્વામી મઠ મંદિર છે. મંદિરોનો ફોટો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં જોઈ શકાય છે કે પૂજારી નોટો ગણતા જોવા મળી રહ્યા છે. એક લાઈનમાં બેસીને પૂજારીઓ આ નોટો ગણી રહ્યા છે. તેમની સામે ઘણી બધી નોટો વેરવિખેર પણ જોવા મળી રહી છે. જાણે ખેતરમાંથી માંડવી સાફ કરી રહ્યા હોય તેમ પૂજારીઓ નોટ ગણી કરી રહ્યા હોય તેવું ફોટોમાં જોવા મળી રહ્યું છે. આ મંદિરને 3 કરોડ રૂપિયાથી વધુનું દાન આપવામાં આવ્યું છે. મંદિરમાં દાનની કુલ રકમ 3,48,69,621 રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મંદિરમાં 32 ગ્રામ સોનું અને 1.24 કિલો ચાંદી અર્પણ કરવામાં આવી છે.