ટ્રમ્પે મેલોનીના બબ્બે મોઢે વખાણ કર્યા! કહ્યું – મને તેઓ ખૂબ ગમે છે, અદ્ભુત પ્રધાનમંત્રી છે…

Donald Trump Meets Meloni: ઇટાલીના વડાપ્રધાન મેલોની હાલમાં અમેરિકાના પ્રવાસે છે. તેઓ અહીં વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા. ટેરિફ લાદવામાં આવ્યા પછી મેલોની અમેરિકાની મુલાકાત લેનારા અને ટ્રમ્પને મળનારા પ્રથમ યુરોપિયન નેતા છે. આ દરમિયાન ટ્રમ્પે મેલોનીના બબ્બે મોઢે વખાણ કર્યા.
વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું, ‘મને તે (મેલોની) ખૂબ ગમે છે. મને લાગે છે કે તે એક અદ્ભુત પ્રધાનમંત્રી છે અને ઇટાલીમાં ખૂબ જ સારું કામ કરી રહી છે. મેલોનીમાં અદ્ભુત પ્રતિભા છે. તેઓ વિશ્વના શ્રેષ્ઠ નેતાઓમાંના એક છે, તેમનું વ્યક્તિત્વ પ્રભાવશાળી છે અને તેમના જેવું કોઈ નથી. અમારા સંબંધો ખૂબ સારા છે અને બંને દેશો એક થઈને આગળ વધી રહ્યા છે.’
Warm welcome for Meloni at the White House
Trump about Meloni: “I think she's a great Prime Minister. I think she's doing a fantastic job in Italy… She's one of the real leaders of the world.”
Meanwhile Meloni stated: “I’m here to make a deal! If I wouldn't think it's a… pic.twitter.com/1529TI0Pf5
— NEXTA (@nexta_tv) April 17, 2025
રાષ્ટ્રપતિ ટ્રમ્પે મેલોનીને એક મહાન પ્રધાનમંત્રી ગણાવ્યા છે અને કહ્યું છે કે, તેમણે સમગ્ર યુરોપમાં હલચલ મચાવી દીધી છે. હું તેમને શરૂઆતથી જ ઓળખું છું અને હંમેશા માનતો આવ્યો છું કે તેમની પાસે અદ્ભુત પ્રતિભા છે. વ્હાઇટ હાઉસમાં મેલોની અને ટ્રમ્પે વેપાર, ટેરિફથી લઈને ઇમિગ્રેશન અને પશ્ચિમી રાષ્ટ્રવાદ જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરી છે.
આ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે, તેઓ ઉતાવળમાં વ્યવસાયિક સોદા કરવા માગતા નથી. અમેરિકાને ટેરિફથી ઘણો ફાયદો થઈ રહ્યો છે. જો કે, આ દરમિયાન ટ્રમ્પે યુરોપિયન યુનિયન સાથે કરારનો સંકેત પણ આપ્યો હતો. આ દરમિયાન મેલોનીએ કહ્યું કે, ઇટાલિયન કંપનીઓ અમેરિકામાં 10 અબજ યુરોનું રોકાણ કરશે અને ઇટાલી અમેરિકાથી ઊર્જા આયાત વધારશે.
ઉલ્લેખનીય છે કે, મેલોની એકમાત્ર યુરોપિયન નેતા હતા જેમને 20 જાન્યુઆરીએ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. મેલોની અને ટ્રમ્પ ઘણા મુદ્દાઓ પર સમાન વિચારો ધરાવે છે. ઇમિગ્રેશનથી લઈને દાણચોરી સુધીના મુદ્દાઓનો સામનો કરવાની વાત આવે ત્યારે બંને એકસરખું વિચારે છે.