ડોનાલ્ડ ટ્રમ્પ 34 કેસમાં દોષિત, શું હજુ પણ લડી શકશે રાષ્ટ્રપતિની ચૂંટણી?
અમેરિકા: ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકન કોર્ટે 34 કેસમાં દોષિત જાહેર કર્યા છે. તેઓ અમેરિકાના ઈતિહાસમાં પહેલા એવા પૂર્વ રાષ્ટ્રપતિ બન્યા છે જેમને ફોજદારી કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. કેસની શરૂઆતથી જ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાને નિર્દોષ જાહેર કરી રહ્યા છે અને દોષિત ઠર્યા બાદ તેમણે આને પોતાની વિરુદ્ધના ષડયંત્રનો ભાગ ગણાવ્યો છે.
અમેરિકામાં નવેમ્બરમાં ચૂંટણી યોજાવાની છે અને રિપબ્લિકન પાર્ટી તરફથી ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે. આવી સ્થિતિમાં એવા સવાલો પણ ઉઠી રહ્યા છે કે શું ટ્રમ્પ દોષિત ઠર્યા બાદ પણ ચૂંટણી લડી શકે છે. તેમને કેટલા વર્ષની સજા થઈ શકે છે અને જો ટ્રમ્પને જેલ ભેગા કરવામાં આવશે તો ચૂંટણી પ્રચાર પર તેની શું અસર પડશે?
સજા ક્યારે જાહેર થશે?
કોર્ટે ટ્રમ્પને દોષિત જાહેર કર્યા છે, પરંતુ હજુ સુધી તેમની સજાની જાહેરાત કરવામાં આવી નથી. 11 જુલાઈએ સજાની જાહેરાત થવાની છે. કાયદા અનુસાર તેને વધુમાં વધુ ચાર વર્ષની સજા થઈ શકે છે. રિપબ્લિકન પાર્ટીના સંમેલન પહેલા સજાની જાહેરાત કરવામાં આવશે.
ટ્રમ્પની ઉમેદવારીની સત્તાવાર જાહેરાત 15 જુલાઈએ યોજાનાર સંમેલનમાં થવાની છે. તેમની સજાની સીધી અસર 5 નવેમ્બરે યોજાનારી ચૂંટણી પર પડશે. જો કે, આ ગુના માટે દોષિત અન્ય લોકોને ઘણી વખત ઓછી સજા અને દંડનો સામનો કરવો પડે છે.
શું ટ્રમ્પ ચૂંટણી લડી શકે છે?
અમેરિકન કાયદા મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ દોષિત જાહેર થયા બાદ પણ ચૂંટણી લડી શકે છે. ચુકાદા પછી તરત જ ટ્રમ્પની ઝુંબેશ ટીમે હું રાજકીય કેદી છું શીર્ષક હેઠળ ભંડોળ એકત્ર કરવા માટે એક અપીલ જારી કરી હતી. ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેઓ શુક્રવારે સવારે પત્રકારો સાથે એક કોન્ફરન્સ કરશે. અમેરિકાના બંધારણ મુજબ ટ્રમ્પ રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકે છે. બંધારણમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની ઉંમર 35 વર્ષ અને કુદરતી રીતે જન્મેલા અમેરિકન નાગરિક હોવા જરૂરી છે. એટલે કે ટ્રમ્પ જેલમાંથી પણ ચૂંટણી લડી શકે છે. એવી સંભાવના છે કે ટ્રમ્પની જેલમાં હત્યા થઈ શકે છે, કારણ કે સિક્રેટ સર્વિસના લોકો ટ્રમ્પની સુરક્ષા માટે ત્યાં નહીં હોય.
કયા કેસમાં દોષિત?
ડોનાલ્ડ ટ્રમ્પ વિરૂદ્ધ 34 કેસ નોંધાયા હતા, જેમાં ચૂંટણીના પરિણામો સાથે છેડછાડનું ષડયંત્ર સહિત લાંચ જેવા કેસ સામેલ હતા.