ઘરેલું LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો, આવતીકાલથી નવો ભાવ લાગુ થશે

LPG: મોંઘવારીના મોરચે સામાન્ય જનતાને વધુ એક ફટકો પડ્યો છે. LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. ઘરેલું ગેસ સિલિન્ડર અને ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતા સિલિન્ડર પર પ્રતિ સિલિન્ડર 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ સોમવારે વિતરણ કંપનીઓ દ્વારા રસોઈ ગેસ અથવા LPGના ભાવમાં પ્રતિ સિલિન્ડર 50 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી. મંત્રીએ કહ્યું કે, ઉજ્જવલા અને સામાન્ય શ્રેણીના ગ્રાહકો બંને માટે ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
સામાન્ય ગ્રાહકો માટે 14.2 કિલોગ્રામના LPG સિલિન્ડરની કિંમત 803 રૂપિયાથી વધીને 853 રૂપિયા થશે અને ઉજ્જવલા યોજના હેઠળના ગ્રાહકો માટે 14.2 કિલોગ્રામના સિલિન્ડરની કિંમત 503 રૂપિયાથી વધીને 553 રૂપિયા થશે.