હવાઈ મુસાફરોએ ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો, 17મી નવેમ્બરે 5 લાખથી વધુ મુસાફરોએ ઉડાન ભરી

Domestic Air passengers: ડોમેસ્ટિક ફ્લાઇટમાં મુસાફરોની સંખ્યા રવિવારે પહેલીવાર પાંચ લાખના આંકને વટાવી ગઈ છે. સ્થાનિક ફ્લાઇટમાં આવું પહેલી વખત બન્યું છે કે એક જ દિવસમાં 5 લાખથી વધુ લોકોએ હવાઈ મુસાફરી કરી હોય. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તેની જાણકારી સત્તાવાર સોશિયલ મીડિયા પોસ્ટ કરીને આપી હતી. પોસ્ટમાં જણાવ્યું હતું કે 17 નવેમ્બરના રોજ, ભારતીય ઉડ્ડયન ક્ષેત્રે એક જ દિવસમાં 5,05,412 સ્થાનિક મુસાફરોની પ્રસ્થાન સાથે ઐતિહાસિક સીમાચિહ્ન પાર કર્યું હતું.
આ પણ વાંચો: ડુંગળીના ભાવમાં ફરી વધારો, જાણો કેમ વધી રહ્યા છે ભાવ
લગ્નોની શરૂઆત છે
નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ માહિતી આપતા જણાવ્યું કે હવાઈ મુસાફરી હવે વધુ લોકો સુધી પહોંચી રહી છે. ગૌરવ પટવારીએ જણાવ્યું કે “પેસેન્જરોની સંખ્યામાં વધારો થવાનું મુખ્ય કારણ તહેવારોની માંગ અને લગ્નોની શરૂઆત છે. અમે અપેક્ષા રાખી રહ્યા છીએ કે હજૂ પણ માંગ મજબૂત રહે. ભારતીય એરલાઇન કંપનીઓ 27 ઓક્ટોબરથી શરૂ થતા શિયાળુ કાર્યક્રમમાં 124 એરપોર્ટ પરથી દર અઠવાડિયે 25,007 ફ્લાઇટ્સનું સંચાલન કરશે.