December 19, 2024

Bigg Boss 18 માટે ડોલી ચાયવાલાએ એટલી મોટી રકમ માગી કે મેકર્સે…

Dolly chaiwala: સલમાન ખાનના શો બિગ બોસ 18ને લઈ દર્શકોનો ક્રેઝ દિવસે ને દિવસે વધી રહ્યો છે. શોનું પ્રીમિયર જેમ-જેમ નજીક આવી રહ્યું છે, કન્ટેસ્ટન્ટની સંભવિત લિસ્ટ વધુ તેજ થઈ રહી છે. આ લિસ્ટમાં અત્યાર સુધીમાં ઘણા મોટા નામો સામેલ થઈ ચુક્યા છે. જેમાં બોલિવૂડના ઘણા નામાંકિત કલાકારોના નામે પણ સામેલ છે. આ લિસ્ટમાં એક નામ ડોલી ચાયવાલાનું પણ છે. આ દરમિયાન ડોલીને લઈ એક મોટું અપડેટ સામે આવ્યું છે. ડોલીએ આ શોમાં આવવા માટે મોટી રકમની માગ કરી છે. તો આવો જાણીએ ડોલીએ કેટલી રકમની માગ કરી છે.

ડોલી બિગ બોસ 18 માટે આટલી રમક માગી
ડોલી ચાયવાલા આજે પોતાની ઓળખાણ દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ બનાવી લીધી છે. બિગ બોસ ઓટીટી 3ને લઈ તેનું નામ ચર્ચામાં આવી રહ્યું છે. વાયરલ બોલિવૂડની ખબર અનુસાર, બિગ બોસ 18ના મેકર્સ આ વખતે ડોલીના નામ પર વિચાર કરી રહ્યા છે. માત્ર આટલું જ નહીં તેની સાથે સંપર્ક કરવામાં આવ્યો પરંતુ ડોલીએ મોટી રકમ માગી? તેણે 15 અઠવાડિયા માટે 20 લાખ રૂપિયા પ્રતિ અઠવાડિયાની માગ કરી છે. સુત્રોનું કહેવું છે કે સિઝન 3 માટે 10-15 લાખ માગ્યા હતા. પરંતુ આ કારણે જ તેને સાઈન કરવામાં આવ્યો નહીં. આ વખતે પણ એ દેખવાનું રહેશે કે શું નિર્માતા તેના પ્રસ્તાવને સ્વીકારે છે કે નહીં.

આ પણ વાંચો: અમદાવાદ પોલીસે દારૂની મહેફિલમાં પાડી રેડ, 5 બોટલ સાથે 9 નબીરાઓની ધરપકડ

આ કન્ટેસ્ટન્ટનું નામ પણ સામે આવ્યું
બિગ બોસ 18 માટે અત્યાર સુધીમાં ઘણા નામ સામે આવી ચૂક્યા છે. સંભવિત લિસ્ટામાં પદ્મિની કોલ્હાપુરી, શહજાદા ધામી, નાયરા બેનર્જી, કરમ રાજપાલ, ચાહત પાંડે, અવિનાશ મિશ્રા, ઈશા કોપિકર, ધીરજ કપૂર, નિયા શર્મા, કનિકા માન, શોએબ ઈબ્રાહિમ, શ્રીરામ ચંદ્રા, દિગ્વિજય રાઠી, કશિશ કપૂર, જાન ખાન, સોનલ વેંગુર્લેકર અને સમીરા રેડ્ડીનું નામ સામેલ છે.