January 20, 2025

શું મલાઈકા અરોરા નોન-વેજ ખાય છે?

અમદાવાદ: મલાઈકા અરોરા સતત ચર્ચામાં રહે છે. ફરી એક વખત તે ચર્ચામાં આવી છે. ફરાહ ખાને શેર કરેલા કેટલાક વીડિયોના કારણે તેમના ચાહકોને અવનવા સવાલો થઈ રહ્યા છે. ફરાહ ખાને એક વીડિયો શેર કર્યો હતો. જેમાં જોવા મળી રહ્યું છે કે મલાઈકા અરોરા ઝલક દિખલા જા 11 ના સેટ પર નોન-વેજ ખાઈ રહી છે. ત્યારે લોકો પણ તેને ટ્રોલ કરી રહ્યા છે. મલાઈકા અરોરાની સાથે બીજા ત્રણ પણ જજ લાઈમલાઈટમાં આવી ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Farah Khan Kunder (@farahkhankunder)

મલાઈકા અરોરાએ નોન-વેજ ખાધું?
મલાઈકાના ચાહકોએ આ વીડિયો જોતાની સાથે કોમેન્ટ કરી રહ્યા છે કે શું ખરેખર મલાઈકા નોન-વેજ ખાધું? ફરાએ વીડિયો શેર કર્યો હતો ત્યારથી જ તમામ જજ ચર્ચામાં આવી ગયા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ફરાહ મલાઈકાને નોન-વેજ પીરસતી હતી. આ સમયે ફરાહ મલાઈકાને નોન-વેજ પીરસતી તેવું પણ વીડિયોમાં સંભળાઈ રહ્યું છે. ત્યારથી છે તે ખુબ જ ટ્રોલ થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

મલાઈકા શાકાહારી?
મલાઈકા અરોરાએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તે શાકાહારી છે. વર્ષ 2020ની વાત કરવામાં આવે તો તે સમયે મલાઈકાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કહ્યું હતું કે હવે તે તેની વેગન સફર શરૂ કરી રહી છે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે પરંતુ મલાઈકા પેટા ઈન્ડિયા અભિયાનનો ચહેરો પણ રહી ચુકી છે. મલાઈકા ખુબ ટ્રોલ તો થઈ રહી છે પરંતુ તે વાતને લઈને તેણે કોઈ સ્પષ્ટીકરણ હજુ સુધી આપ્યું નથી.