December 29, 2024

કોલકાતા રેપ મર્ડર કેસમાં હડતાળ પર ઉતરેલા ડૉક્ટર્સે મૂકી 6 માંગ

કોલકાતા: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ટ્રેઇની ડૉક્ટરની હત્યાના વિરોધમાં સોમવારે દિલ્હીથી લખનઉ સુધીના રેસિડેન્ટ ડૉક્ટરો દ્વારા હડતાળ કરવામાં આવી રહી છે. આ મામલો વેગ પકડતાં જ મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ પીડિત પરિવારને મળ્યા હતા. દરમિયાન, દિલ્હી AIIMSના રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશને 6 માંગણીઓ રજૂ કરી છે.

દિલ્હી AIIMS ના રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશને આ મામલે CBI તપાસની માંગ કરી છે. આ સાથે આરજી કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના પ્રિન્સિપાલ, એમએસ અને સિક્યુરિટી ઈન્ચાર્જને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરવાની પણ માંગ કરી છે.

એસોસિએશનની 6 મુદ્દાની માંગણીઓમાં કેન્દ્ર સરકાર પાસેથી ડોકટરો માટે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવામાં આવશે તેવી લેખિત ખાતરી પણ માંગવામાં આવી છે. પીડિત તબીબના નામ પર હોસ્પિટલની બિલ્ડિંગ કે લાઈબ્રેરીનું નામ આપવાની અને તેને શહીદનો દરજ્જો આપવાની પણ માંગ કરવામાં આવી છે. પીડિત પરિવારને યોગ્ય વળતર આપવાની સાથે પોલીસની હેરાનગતિ સામે કડક પગલાં ભરવાની પણ માંગ કરવામાં આવી છે.