December 27, 2024

ગરમીમાં પગમાંથી આવતી દુર્ગંધ દુર કરવાના ઉપાય

Feet Beauty Tips: ગરમીની ઋતુ આવી ગઈ છે. આ સાથે જ કેટલાક લોકો પસીનાની દુર્ગંધથી હેરાન થતા હશે. કેટલાક લોકોને આખા શરીરમાંથી પસીનાની દુર્ગંધ આવે છે. તો કેટલાક લોકોને પગમાં પસીનો થાય છે. જેના કારણે તેમના પગમાંથી ખુબ જ દુર્ગંધ આવે છે. આ દુર્ગંધથી છુટકારો મેળવવા માટે લોકો અનેક મોંઘા પ્રોડક્ટ યુઝ છે, પરંતુ થોડા સમયના અસર બાદ ફરી દુર્ગંધ આવવાની શરૂ થઈ જાય છે.

પગમાંથી દુર્ગંધ દૂર કરવા માટે અપનાવો આ ઘરેલું ઉપાય

1. ખારા પાણીનો ઉપયોગ
પગમાંથી દુર્ગંધ દૂર કરવા માટે તમે મીઠાના પાણીનો ઉપયોગ કરી શકો છો. આ માટે એક ડોલને હુંફાળા પાણીથી ભરો અને તેમાં એક ચમચી મીઠું નાખો. હવે તમારા પગને આ પાણીમાં 15 મિનિટ સુધી પલાળી રાખો. અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર તમારા પગને મીઠાના પાણીમાં પલાળવાથી તમે ઝડપથી પગની દુર્ગંધથી છુટકારો મેળવી શકશો.

2. ગુલાબજળનો ઉપયોગ કરો
ગુલાબજળનો ઉપયોગ કરીને પગની દુર્ગંધ દૂર કરી શકાય છે. પગમાંથી દુર્ગંધ દૂર કરવા માટે સૌ પ્રથમ તમારા પગને સાબુ અથવા બોડી વોશની મદદથી ધોઈ લો. આ પછી પગ પર ગુલાબજળ સ્પ્રે કરો અને થોડી વાર પછી મોઈશ્ચરાઈઝર લગાવો.

3.બેકિંગ સોડા
પગમાંથી દુર્ગંધ બેક્ટેરિયા અને ચેપને કારણે આવી શકે છે. આ બેક્ટેરિયા અને ઈન્ફેક્શનથી છુટકારો મેળવવા માટે તમે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. આ માટે હૂંફાળા પાણીમાં બેકિંગ સોડા મિક્સ કરો અને તમારા પગને થોડી વાર તેમાં ડૂબાડી રાખો. અઠવાડિયામાં 2-3 વાર આવું કરવાથી પગની દુર્ગંધથી જલ્દી છુટકારો મળશે.