‘એક વોટની કિંમત’: લોકસભા ચૂંટણીમાં કેટલો ખર્ચ થાય છે? શું તમે જાણો છો?
One Nation One Election: ભારતમાં 1952થી 2023 દરમિયાન દર વર્ષે સરેરાશ છ ચૂંટણીઓ યોજાઈ છે. આ આંકડો માત્ર લોકસભા અને વિધાનસભાની વારંવાર થનારી ચૂંટણીના છે. જો સ્થાનિક ચૂંટણીઓનો સમાવેશ કરવામાં આવે તો દર વર્ષે ચૂંટણીની સંખ્યા અનેક ગણી વધી જાય છે. હવે જો ચૂંટણી પરના ખર્ચની વાત કરીએ તો આઝાદી પછી વર્ષ 1951માં દેશમાં પહેલી લોકસભા ચૂંટણી યોજાઈ હતી અને આ ચૂંટણીમાં લગભગ 10.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ત્યારે લગભગ 17 કરોડ મતદારોએ મતદાન કર્યું હતું. તે સમયે દરેક મતદાર પર 60 પૈસાનો ખર્ચ થયો હતો.
એક વોટ કી કિંમત તુમ ક્યા જાનો…
2024ની લોકસભા ચૂંટણીમાં ખર્ચની વાત કરીએ તો આ ચૂંટણીમાં 1.35 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝનું અનુમાન છે કે ચૂંટણી ખૂબ જ ખર્ચાળ હોવાને કારણે આ વખતે એક મતની કિંમત 1400 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. સૌથી પહેલી ચૂંટણીમાં એક વોટની કિંમત 60 પૈસા હતી, જે વર્ષ 2024માં વધીને 1400 રૂપિયા થઈ ગઈ.
2004ની લોકસભા ચૂંટણીમાં મતદાર દીઠ 12 રૂપિયાનો ખર્ચ હતો, 2009ની લોકસભા ચૂંટણીમાં મતદાર દીઠ 17 રૂપિયા ખર્ચ થયો હતો. 2014ની ચૂંટણીમાં, મતદાર દીઠ ખર્ચ લગભગ 46 રૂપિયા હતો અને 2019ની લોકસભા ચૂંટણીમાં, આ ખર્ચ વધીને મતદાર દીઠ 72 રૂપિયા થઈ ગયો હતો.
- સૌથી ઓછો ખર્ચ
નોંધનીય છે કે, દેશમાં સૌથી ઓછો ખર્ચ લોકસભા ચૂંટણી 1957માં યોજાયો હતો, જ્યારે ચૂંટણી પંચે માત્ર 5.9 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો, એટલે કે દરેક મતદાતા માટે ચૂંટણી ખર્ચ માત્ર 30 પૈસા હતો. - કયા વર્ષમાં કેટલો ખર્ચ
વર્ષ 1999માં જ્યારે લોકસભાની ચૂંટણી થઈ ત્યારે આ સમગ્ર પ્રક્રિયામાં કુલ 880 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો, જ્યારે 2004ની ચૂંટણીમાં આ ખર્ચ વધીને 1200 કરોડ રૂપિયા થઈ ગયો હતો. 2014ની લોકસભા ચૂંટણીમાં લગભગ 3870 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો, તો 2019ની ચૂંટણીના આંકડા દર્શાવે છે કે ખર્ચ લગભગ 6500 કરોડ રૂપિયા હતો. સૌથી મોટી વાત એ છે કે ગત વખતે ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં લગભગ 4 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. - ચૂંટણી પંચનો ખર્ચ
લોકોને મતદાન અંગે જાગૃત કરવા માટે ચૂંટણી પંચ દ્વારા કરોડો રૂપિયાની જાહેરાતો આપવામાં આવે છે, આ સિવાય ચૂંટણીમાં નિયુક્ત કરાયેલા કર્મચારીઓ અને અન્ય બાબતો પર પણ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. આ રીતે એક વખત લોકસભાની ચૂંટણી કરાવવામાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. - આ ખર્ચ કોણ ઉઠાવે છે?
ઓક્ટોબર 1979માં કાયદો અને વ્યવસ્થા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, કેન્દ્ર સરકાર લોકસભાની ચૂંટણીનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવે છે, જ્યારે રાજ્ય વિધાનસભાની ચૂંટણીનો ખર્ચ સંપૂર્ણપણે રાજ્ય સરકારો દ્વારા ઉઠાવવામાં આવે છે.