December 26, 2024

ચહેરા પર નારિયેળ તેલ લગાવવાના ફાયદા જાણો છો?

Health Tips: ગ્લોઈન્ગ સ્કિન કોને પસંદ ના હોય. લોકો ગ્લોઈન્ગ અને ડાઘા વગરની સ્કિન માટે મોંઘા મોઘા બ્યુટી પ્રોડક્ટ ખરીદે છે. આ ઉપરાંત દિવસ રાત હજારો રુપિયાની રૂટીનને ફોલો કરીને યોગ્ય સ્કિન માટે મહેનત કરે છે, પરંતુ શું તમે જાણો છો મોંઘા મોઘાં બ્યુટિ પ્રોડક્ટ કરતા તમારા ઘરમાં રહેલી એક વસ્તુ તમને ચમકદાર ક્રિસ્ટલ ક્લિયર સ્કિન મળી શકે છે. અમે વાત કરી રહ્યા છીએ નારિયેળ તેલની. જી હા.. તમે બરાબર વાંચ્યું…

સ્કિનમાં ભેજ જાળવી રાખે
ડ્રાય સ્કિનવાળા લોકોએ ખાસ કરીને રાતના સમયે સુતા પહેલા નારિયેળ તેલ લગાવીને સુવું જોઈએ. આ તેલ એન્ટી બેક્ટીરિયા અને એન્ટી માઈક્રોબિયલ ગુણોથી ભરપુર છે. નારિયેળનું તેલ નેચરલ મોઈસ્ચ્યુરાઈઝની રીતે કામ કરે છે. જેના કારણે ત્વચામાં ભેજ બની રહે છે. રાતના સમયે ફેસ વોશ કર્યા બાદ નારિયેળના તેલમાં થોડું પાણી એડ કરી તેને ફેસ પર મસાજ કરતા કરતા લગાવો.

એન્ટી એન્જિગ ગુણ
નારિયેળ તેલમાં એન્ટી એન્જિગના ગુણ હોય છે. રોજ તેના ઉપયોગથી તમારા ચહેરા પર કરચલીઓ જલ્દી નહી પડે. આ ઉપરાંત જે મહિલાઓ રોજ મેકઅપ કરે છે. તેના કારણે એમની સ્કિન જલ્દી ખરાબ થઈ જાય છે. એ મહિલાઓએ તેમના ચહેરા પર નારિયેળના તેલનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. તમે મેકઅપને રિમૂવ કરવા માટે પણ નારિયેળ તેલનો ઉપયોગ કરી શકો છો.

ડ્રાય સ્કિનથી મળશે આરામ
દરરોજ મેકઅપ કરવાના કારણે મોટાભાગની મહિલાઓની સ્કિન ડ્રાય અને ડેમેજ થઈ જાય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે તમારા સ્કિન કેયર રૂટીનમાં નારિયેલ તેનો ઉપયોગ કરી શકો છો.