January 29, 2025

ઊભા રહીને પાણી પીતા હોવ તો ચેતી જજો, કિડનીમાં મુશ્કેલી થઈ શકે

Drinking water while standing: દરેક વ્યક્તિ જાણે છે કે પાણી વિના જીવન શક્ય નથી. તેથી જ કહેવાય છે કે ‘પાણી એ જ જીવન છે. આપણું શરીર પાણીથી બનેલું છે. વ્યક્તિને જીવંત રહેવા માટે પાણીની જરૂર હોય છે. માણસ સંપૂર્ણપણે પાણી પર નિર્ભર છે. જોકે, શરીરમાં પાણીની ઉણપને કારણે ડિહાઈડ્રેશનની સમસ્યા શરૂ થઈ જાય છે. ડોકટરોના મતે શરીર અને શરીરના દરેક અંગને સરળ રીતે કાર્ય કરવા માટે દરેક વ્યક્તિએ દરરોજ લગભગ 2 થી 3 લીટર પાણી પીવું જોઈએ. જોકે, કેટલાક લોકો બેસીને અને કેટલાક ઊભા રહીને પાણી પીવે છે. પાણી પીવાની શૈલી ઘણીવાર હેલ્થને અસર કરે છે.

કિડનીની મુશ્કેલી વધી શકે
લોકોને સામાન્ય રીતે એવું લાગે છે કે, ગમે તે શૈલીમાં પાણી પી શકે છે. આજે પાણી પીવાની સાચી રીત જણાવીશું. આપણામાંથી ઘણા લોકો ઉભા રહીને પાણી પીતા હોય છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તેનાથી ઘણી ગંભીર બીમારીઓ થઈ શકે છે. ડોક્ટરોના મતે, ઉભા રહીને પાણી ન પીવું જોઈએ, તેનાથી કિડનીની બીમારીનો ખતરો વધી જાય છે. ખાસ કરીને જો કિડનીના દર્દી હોવ તો ઊભા ઊભા પાણી ન પીવો અને તેને ટાળો.

આ પણ વાંચો: ફણગાવેલા મગને સવારે ખાલી પેટ ખાઓ, થશે આ ફાયદાઓ

સંધિવાની સમસ્યા
જો તમે આર્થરાઈટિસના દર્દી છો તો ઉભા રહીને પાણી પીવાનું ટાળવું જોઈએ, તે સમસ્યાઓ વધારી શકે છે. જેના કારણે સાંધાનો દુખાવો વધે છે. ઊભા રહીને પાણી પીવાથી શરીરમાં પ્રવાહીનું પ્રમાણ વધે છે. જેના કારણે સાંધાનો દુખાવો વધે છે.

ફેફસાંની સમસ્યાઓ હોઈ શકે છે
ઊભા રહીને પાણી પીવાથી ફેફસાના રોગને આમંત્રણ મળે છે. ઊભા રહીને પાણી પીવાથી આપણા શરીરમાં ઓક્સિજનનું સ્તર ઘટી જાય છે. તેનાથી ફેફસાંમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. જો તમે ઉભા રહીને પાણી પીઓ છો તો તે પાચનતંત્ર પર અસર કરે છે, તેની પાચન તંત્ર પર ખૂબ જ ખરાબ અસર પડે છે. ઉભા રહીને પાણી પીવાથી પેટમાં પાણી ઝડપથી પ્રવેશે છે જેના કારણે શરીરના નીચેના ભાગમાં ઈજા થાય છે જે ખતરનાક સાબિત થઈ શકે છે.

પાણી પીવાની સાચી રીત કઈ છે?
ડોક્ટરના મતે હંમેશા આરામથી બેસીને પાણી પીવું જોઈએ. આ ઉપરાંત એકસાથે પાણી પીવાને બદલે, તેને નાની ચુસ્કીમાં પીવો. તેનાથી શરીરનું ઈલેક્ટ્રોલાઈટ સંતુલન બરાબર રહે છે અને શરીરને તમામ જરૂરી મિનરલ્સ મળી રહે છે.