January 21, 2025

નવા વર્ષમાં કારની ડિલિવરી પહેલા આ કામ કરો, નહીં તો થશે નુકસાન

નવી દિલ્હી : નવા વર્ષની ઉજણવીની સાથે સાથે મોટી સંખ્યામાં લોકો કાર ખરીદવાનું પસંદ કરે છે. કાર લેવાની ઉતાવળમાં અને ડિલિવરી આપતા પહેલાં લોકો બેદરકારનો ભોગ બની રહ્યાં છે, જેના કારણે કાર લીધા પછી નુકસાન ખબર પડે છે. અમે તમને કેટલીક એવી માહિતી આપી રહ્યા છીએ, જેને કારણે કારની ડિલિવરી સમયે ધ્યાનમાં રાખીને નુકસાનથી બચી શકાય છે.

આ કામ કરો
જ્યારે પણ તમે નવી કારની ડિલિવરી લેવા માટે શોરૂમમાં જાવ તો તે પહેલા કારની PDI (પ્રી ડિલિવરી ઇન્સ્પેક્શન) કરો. જેમાં તમે કારની ડિલિવરી લેતા પહેલા કારને સારી રીતે ચેક કરો. જો તમે આવું ન કરો તો તમને નુકસાન પણ થઈ શકે છે. કારની ડિલિવરી લેતા પહેલા PDI ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. કારણ કે કાર તમારા ઘર સુધી પહોંચતા પહેલા ઘણા તબક્કાઓમાંથી પસાર થાય છે. કાર ફેક્ટરીમાંથી બને ત્યારથી લઈને તે શોરૂમમાં તમારી સામે આવે ત્યાં સુધી, કારને ઘણી વખત લોડ અને અનલોડ કરવામાં આવે છે અને આ દરમિયાન કારમાં ક્રેચ પડતા હોય છે. આ પ્રક્રિયામાં કેટલીક કારને નુકશાન પણ થાય છે.

કાર કેવી રીતે તપાસવી
જ્યારે પણ તમે નવી કાર ખરીદવા માટે શોરૂમમાં જાઓ છો. ત્યારે કારના તમામ કાગળો પર સહી કરતા પહેલા ડીલરને કાર પર PDI કરાવવા માટે કહી દો. પીડીઆઈ દરમિયાન કારને ચોકસાઇ પૂર્વક તપાસ કરો. પીડીઆઇ દરમિયાન  જો તમને કારના બહારના ભાગમાં ડેન્ટ અથવા સ્ક્રેચ જેવી કોઈ સમસ્યા દેખાય તો તરત જ તેની જાણ કરો. કારના બંને બમ્પર, સાઇડ વગેરે પર પણ ખાસ ધ્યાન રાખીને ચેક કરવું. એકવાર તમે કારને બહારથી ચેક કર્યાં પછી, કારના કારના અંદરના ભાગમાં પણ ચેક કરો. જેમકે બધા દરવાજા ખોલવા અને બંધ કરવાનો પ્રયાસ કરો. આ સાથે કારના ડેશબોર્ડ, ગિયર લીવર, સીટ, ફ્લોર વગેરેને પણ ધ્યાનથી ચેક કરો. કારના તમામ ફીચર્સ પણ તપાસો અને જો કોઈ સમસ્યા કે ખામી જણાય તો પછી જ શોરૂમને જાણ કરો. એકવાર કારની આ બધી સંપૂર્ણ તપાસ કર્યા બાદ જો બધું યોગ્ય જણાય તો જ કારની ડિલિવરી લેવી જોઈએ.