January 16, 2025

માથાના દુખાવામાંથી તાત્કાલિક રાહત મેળવવા માટે કરો આ ઘરેલું ઉપાય

Migraine: જો તમને પણ માઈગ્રેનની સમસ્યા છે તો તમારે ઘરેલું ઉપાય ટ્રાય કરવા જોઈએ. પરંતુ ઘણા લોકોને તે વિશે માહિતી હોતી નથી. પરંતુ અમે તમારા માટે માઈગ્રેનના દુખાવામાંથી રાહત કેવી રીતે મેળવવી તે  માહિતી લઈને આવ્યા છીએ. આવો જાણીએ.

લીંબુની છાલ
માઈગ્રેનનો દુખાવો ઓછો કરવા માટે તમે લીંબુની છાલનો ઉપયોગ કરી શકો છો. લીંબુની છાલને ઘસીને પીસી લો. આ પેસ્ટને તમારા કપાળ પર લગાવી દો. કારણ કે લીંબુની સુગંધ ઇન્દ્રિયોને શાંત કરવામાં મદદ કરે છે. માથાના દુખાવામાં લીંબુની છાલનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે.

ગાયનું ઘી
માઈગ્રેનના દુખાવામાં રાહત માટે ગાયનું ઘી ખૂબ જ ફાયદાકારક અને અસરકારક માનવામાં આવે છે. કારણ કે ગાયનું ઘી વધારાના પિત્તને સંતુલિત કરવામાં મદદ કરે છે. જો તમને માઈગ્રેનનો દુખાવો હોય તો તમે ગાયના ઘીનો ઉપયોગ કરી શકો છો. જેને તમે યનું ઘી રોટલી, ભાત કે શાકમાં ઉમેરીને ખાઈ શકો છો. આ સિવાય તમે તમારા માથા પર પણ ઘી લગાવી શકો છો. તમે ઘીના બે ટીપા નાકમાં નાખશો તો પણ તેનાથી તમને રાહત મળશે.

આ પણ વાંચો: ફ્રીઝ વગર ઘી બગડતું નથી પણ માખણ કેમ ફ્રીઝ વગર બગડે છે? જાણો કારણ

કપૂર
માઈગ્રેનના દુખાવાની સારવારમાં કપૂરનો ઉપયોગ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. કપૂર ઠંડુ હોય છે જેના કારણે માથાના દુખાવામાં રાહત આપે છે. જ્યારે પણ તમને માઈગ્રેનનો દુખાવો થાય ત્યારે કપૂરને પીસીને તેમાં દેશી ઘી મિક્સ કરીને કપાળ પર લગાવી દો. કપૂર અને ઘીની સુગંધ પિત્ત અને વાયુને મટાડવામાં મદદ કરે છે.

તજ
તજ માઈગ્રેનનો દુખાવો ઘટાડવા માટે થઈ શકે છે. આ માટે બે ચમચી તજ પાવડરને પાણીમાં મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને તમારા કપાળ પર 20 થી 25 મિનિટ સુધી લગાવો. આ પેસ્ટ લગાવવાથી તમને માઈગ્રેનના દુખાવામાં તમને તરત રાહત મળી જશે.