September 21, 2024

શું ડરામણા સપનાઓથી તમે પણ ઉઠી જાઓ છો? આજે જ કરો આ 4 ઉપાય

scary dreams: બાળપણમાં ખરાબ સપનાં આવવા એ ઘણી સામાન્ય વાત માનવામાં આવે છે, પરંતુ પુખ્ત વયના લોકો માટે આવા સપનાં આવવા ચિંતાનો વિષય છે. કેટલાક લોકો એવા હોય છે. જે ડરામણા સપના જોઈને રાત્રે જાગી જાય છે. એક રિપોર્ટ અનુસાર 50 થી 85 ટકા પુખ્ત વયના લોકોને ક્યારેક ખરાબ સપના આવવા લાગે છે, જ્યારે આપણે ઊંઘમાં સ્વપ્ન જોઈએ છીએ, ત્યારે આપણે આપણી જાતને એક અલગ દુનિયામાં શોધીએ છીએ. જ્યારે આપણે કોઈ સુખદ સ્વપ્ન જોઈએ છીએ ત્યારે એવું લાગે છે કે આપણે આ મીઠી ઊંઘમાંથી ક્યારેય જાગીશું નહીં, પરંતુ ક્યારેક આપણે એવા ડરામણા સપનાઓ જોઈએ છીએ કે આપણી ઊંઘ ઉડી જાય છે. સ્વપ્ન શાસ્ત્રોમાં આા સપનાઓને લઈને અનેક ઉપાયો સૂચવવામાં આવ્યા છે. જેનાથી તમને ખરાબ સપના આવતા અટકી જશે.

શા માટે ખરાબ સપના આવે છે?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિની કુંડળીમાં નવ ગ્રહોમાંથી રાહુ, કેતુ કે શનિની મહાદશા અથવા અંતર્દશા ચાલી રહી હોય અને તેઓ કુંડળીમાં નીચ સ્થાનમાં હોય તો તેને હંમેશા ડરામણા સપના આવે છે, પરંતું જો આ ગ્રહો કુંડશીમાં સ્વરાશિ કે ઉચ્ચ રાશિ પર બેઠાલા હોય તો જાતકને શુભ સપનાઓ આવશે.

જાણો જ્યોતિષ શાસ્ત્રના સરળ ઉપાયો…

– રાત્રે ડરામણા સપનાથી બચવા માટે સૂતા પહેલા હાથ-પગ ધોવા જોઈએ અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.

– બેડરૂમમાં ક્યારેય પૂર્વજોની તસવીર ન રાખવી જોઈએ. જો તમે તમારા બેડરૂમમાં આવી તસવીર લટકાવો છો તો તમે નકારાત્મક શક્તિઓને તમારા ઘરમાં આમંત્રિત કરો છો.

– અંધારાવાળા રૂમમાં ક્યારેય સૂવું ન જોઈએ. રૂમમાં થોડો મંદ પ્રકાશ રાખવાનો પ્રયાસ કરો. આમ કરવાથી ખરાબ સપનાઓથી બચી શકાય છે.

– જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સુતી વખતે પીપળના ઝાડની થોડા મુળ તમારા માથા પાસે રાખવી જોઈએ. જેનાથી તમે ખરાબ સપના આવવાનું બંધ થશે અને નિન્દ્રા દેવી તમારી સાથે રહેશે.