વેકેશનની મોજ માણવા શિવરાજપુર બીચ પર ઉમટી પડી ભીડ
મનોજ સોની, દ્વારકા: યાત્રાધામ દ્વારકામાં શિવરાજપુર બીચ ખાતે દિવાળી વેકેશનને લઈને યાત્રિકોની ભારે ભીડ ઉંમટી છે હાલ દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે. ત્યારે, દૂર દૂરથી યાત્રિકો હાલ દિવાળી વેકેશનમાં પરિવાર સાથે શિવરાજપુર બીચ ખાતે ઉમટી રહ્યા છે. શિવરાજપુર બીચને બ્લુ ફ્લેટ બીચનો દરજ્જો મળ્યા બાદ દિન પ્રતિદિન યાત્રિકોની સતત આ સુંદર રમણીય દરિયા કિનારા વિસ્તારમાં ઉમટી રહી હોય. ત્યારે, શિવરાજપુર બીજ ખાતે હાલ યાત્રિકો માટે વિવિધ પ્રકારની રાઈડ્સ પણ ઉપલબ્ધ છે. ત્યારે, પરિવાર સાથે યાત્રિકો હાલ દિવાળી વેકેશનનો આનંદ માણતા શિવરાજપુર ખાતે નજરે પડી રહ્યા છે.
હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું હોવાથી દ્વારકાથી માત્ર 15 કિલોમીટર દૂર આવેલા શિવરાજપુર બીચ ખાતે યાત્રિકોની ભારે ભીડ જોવા મળી રહી છે. દિવાળી વેકેશનને લઈને પરિવાર સાથે દૂર દૂરથી યાત્રિકો હાલ શિવરાજપુર બીજ ખાતે આવી રહ્યા છે. હજારોની સંખ્યામાં યાત્રિકોની ભારે ભીડ શિવરાજપુર બીજ ખાતે જોવા મળી રહી છે. બાળકો માટે દરિયામાં વિવિધ પ્રકારની રાઇટ્સ તેમજ કુબા સહિતની અહીં સુવિધાઓ ઉપલબ્ધ હોય ત્યારે યાત્રિકો માટે શ્રેષ્ઠ પર્યટક સ્થળ તરીકે શિવરાજપુર બીચ હાલ ઉભરી રહ્યું છે.
સ્વચ્છતાના શ્રેષ્ઠ માપદંડો પર ખરું ઉતરેલું બ્લુ ફ્લેટ બીચ તરીકે માન્યતા પ્રાપ્ત એવું શિવરાજપુર બીચ હાલ યાત્રિકોની વેકેશનમાં પ્રથમ પસંદગી બની રહ્યું છે. વિશાળ સુંદર અને સ્વચ્છ દરિયા કિનારો યાત્રિકોને સુકુન આપી રહ્યો છે. અહીં છીછરો દરિયા કિનારો હોવાથી સ્નાન માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ છે અને કોઈ પણ જાતના ભય વિના યાત્રિકો અહીં સ્નાન કરતા નજરે પડે છે. પરિવાર સાથે બ્લુફ્લેગ બીચ શિવરાજપુર બીચ યાત્રિકોની પ્રથમ પસંદ બની રહ્યું છે.
ખૂબ ઓછા ખર્ચે ગોવા સહિતના બિચોને ટક્કર આપતો શિવરાજપુર બીચ ખાતે કરોડોના વિકાસ કાર્યો પણ હાથ ધરવામાં આવ્યા છે. આ વિશાળ દરીયા કિનારા પર સતત યાત્રિકો ઉમટી રહ્યા છે. બલુફ્લેગ બીચનો દરરજો મળ્યા બાદ અહી વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું હોય સાથે યાત્રિકોની સલામતીનું ધ્યાન રાખવામાં આવે છે. બ્લૂ ફ્લેગ બીચનો દરરોજ મળ્યા બાદ શિવરાજપુર બીચનો વિકાસ વાસ્તવિક ખુબ વધવા પામ્યો છે. અહી હજારોની સંખ્યામાં યાત્રિકો ઉમટી રહ્યા છે. ત્યારે રોજગારીની તકો પણ વિપુલ પ્રમાણમાં વધતી જોવા મળે છે ખરા અર્થમાં શિવરાજપુર બીચ દ્વારકા જિલ્લાનું ઘરેણું સાબિત થઈ રહ્યો હોય યાત્રિકો પણ આ જગ્યાને ખૂબ પસંદ કરી રહ્યા છે.