દિવાળીમાં ફરવા જવાનો પ્લાન હોય તો આ જગ્યાઓ છે સૌથી બેસ્ટ
Places To Visit In Diwali: નવરાત્રી પૂરી થતા જ દિવાળીનો માહોલ શરૂ થઈ જશે. આ દિવસોમાં થોડી રજાઓનું એડજસ્ટમેન્ટ કરીને ઘણા પરિવારો ઘરથી દૂર ફરવા માટે જતા હોય છે. આ દિવાળીએ પણ ક્યાંય ફરવા જવાનો પ્લાન બનાવતા હોવ તો અહીં કેટલીક જગ્યાઓ ખરા અર્થમાં દિવાળી પ્રવાસની મેમરીઝને ચાર ચાંદ લગાવી શકે એમ છે. એક અઠવાડિયાનું પ્લાનિંગ હોય તો ઘણી આવી જગ્યાઓ છે જ્યાં સરળતાથી સુરક્ષા સાથે ફરી શકાય એમ છે. ઘણી જગ્યાઓના વાઈબ્સ દિવાળીના તહેવારમાં ખૂબ જ સારા આવે છે. આપણા જીવન માટે પણ એ પ્રવાસ યાદગાર બની શકે એમ છે.
અયોધ્યામાં દિવાળી
પ્રભુ શ્રી રામનું જન્મસ્થળ એટલે અયોધ્યા. જ્યાં રામ મંદિર બન્યાને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. દિવાળીમાં સમગ્ર અયોધ્યાની આખી રોનક અલગ હોય છે. દીવાઓની રોશનીથી પ્રકાશિત ઘાટ પર મોડી રાત સુધી નજારો માણી શકાય છે. લાખોની સંખ્યમાં અહીં દર વર્ષે દીવા પ્રજ્વલિત કરવામાં આવે છે, આ પ્રસંગની નોંધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે પણ લીધી છે. અયોધ્યાની સાથે નજીકમાં આવેલું વારાણસી અને લખનઉ સિટી પણ ફરવા જેવા છે. બે દિવસમાં અયોધ્યાના તમામ જાણીતા સ્થાનો પર ફરી શકાય છે. એ પછી વારાણસી જઈ શકાય છે. અયોધ્યાની વારાણસી માત્ર 4 કલાકના અંતરે છે. આ ઘાટની નગર કહેવાય છે. જ્યાં કાશી વિશ્વનાથ જ્યોર્તિંલિંગના દર્શન કરી શકાય છે. અહીં ફરવા લાયક ઘણી જગ્યાઓ છે. 3 દિવસમાં આરામથી સમગ્ર વારાણસીને માણી શકાય છે. ચાર કલાકની લાંબી જર્ની ન કરવી હોય તો માત્ર બે કલાકના અંતરે લખનઉ સિટી છે. જેને ઉત્તર પ્રદેશની નવાબી નગરી તરીકે ઓળખવામાં આવે છે.
અમૃતસર
આ સિટીનું નામ કાને પડે એટલે પહેલા ગોલ્ડન ટેમ્પલ આંખ સામે તરવરવા લાગે. અહીંયા દિવાળી ખૂબ જ અલગ અંદાજથી મનાવવામાં આવે છે. સમગ્ર સુવર્ણમંદિર પરિસરમાં દીવાઓ કરવામાં આવે છે. પછી અહીં મસ્ત આતશબાજી થાય છે. અહીં પ્રજ્વલિત દીવાથી આખો માહોલ ભક્તિમય બની જાય છે. અમૃતસર સિટીમાં જ જલિયાવાલા બાગ આવેલો છે. જ્યાં જનરલ ડાયરે બેફામ ગોળીબાર કરીને નરસંહાર કર્યો હતો. આ એક ઐતિહાસિક જગ્યા છે. જેની સરળતાથી મુલાકાત લઈ શકાય છે. 31 kmના અંતેર અટ્ટારી ગામ છે. જ્યાંથી પાકિસ્તાન બોર્ડર દેખાય છે. અહીં ઈવનિંગ પરેડનો લ્હાવો માણવા જેવો છે. 30 મિનિટમાં અહીં સુધી સરળતાથી પહોંચી શકાય છે. આમ તો નાની મોટી 30 એવી જગ્યાઓ છે જે ખરા અર્થમાં જોવા જેવી છે. આ સિવાય પાર્ટીશન મ્યુઝિમ ખાસ જોવા જેવું છે. ભારતમાંથી પાકિસ્તાન જ્યારે અલગ દેશ બન્યો એ સમયે શું સ્થિતિ હતી એની આબેહુબ કહાણી અહીં છે. બાબા બુધા સાહિબજી ગુરૂદ્વારમાં પણ માથું નમાવવા જેવું છે. આ ગુરૂદ્વારા અમૃતસર સિટીથી 25 કિમી દૂર છે. ફિલ્મ વીર ઝારાના શુટિંગ લોકેશન જોવા હોય તો ખાસ આટો મારવા જેવો છે અહીંની ખાલસા કૉલેજમાં. માત્ર ગેઈટ જોઈને આખી ફિલ્મ તાજા થઈ જશે
આ પણ વાંચો: ફણગાવેલા મગને સવારે ખાલી પેટ ખાઓ, થશે આ ફાયદાઓ
ઉદયપુર
ઉદયપુરને સિટી ઓફ લેક એટલે કે તળાવની નગરી કહેવામાં આવે છે. પણ દિવાળીના દિવસોમાં અહીંયાનો માહોલ ખૂબ જ અલગ હોય છે. ઉદયપુરના મોટાભાગના પેલેસમાં દિવાળી નિમિતે ખાસ રોશની કરવામાં આવે છે. સિટીમાં પણ એક અલગ નજારો જોવા મળે છે. દિવાળીની ઈવનિંગ તો લેક પિછૌલામાં એકવાર તો વીતાવવી જ જોઈએ. જ્યાં રંગબેરંગી રોશનીનું પ્રતિંબિંબ પાણી પર ઝીલાતું હોય છે. અહીં દિવાળીના દિવસોમાં ઉદયપુર લાઈટ ફેસ્ટિવલનું આયોજન થાય છે. રાજસ્થાની આર્ટ અને કલ્ચર ગમતુ હોય તો અચૂક આંટો મારવા જેવો છે બાપુ બજારમાં.
દિલ્હી
દિવાળીની અસલી ફીલ તો દિલ્હીમાં પણ મસ્ત આવે છે. રાષ્ટ્રપતિ ભવન, ઈન્ડિયા ગેટ, સંસદ, કુતુબ કોમ્પ્લેક્સથી લઈને અક્ષરધામ સુધીની દિલ્હીની રોશની એક અલગ અનુભવ આપે છે. ખાસ વાત તો એ છે કે, દિલ્હીમાં આ દિવસે મોડીરાત સુધી દુકાનો ખુલ્લી હોય છે. કહેવાય છે કે, દિલ્હીમાં દિવાળીના દિવસે ઈસ્કોન મંદિરનો માહોલ એકવાર માણવા જેવો છે. કૃષ્ણપ્રેમી હોવ તો અવશ્ય આ લ્હાવો ચૂકવા જેવો નથી. રાત્રીના સમયે કનોટ પ્લેસમાં આંટો મારી શકાય છે ત્યાંથી ચાંદની ચૌકમાં મસ્ત ડીનર કરી શકાય છે.આ સિવાય અહીં મોડી રાત સુધી હેંગઆઉટ ફીલ કરી શકાય છે. બસ, ધ્યાન એ રાખવાનું હોય છે કે, જે ટેક્સી કે કાર લીધેલી છે એમાં કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવ ન કરે.