દિવાળીમાં બનાવો આ મીઠાઈઓ, આ રહી મસ્ત રેસીપી
Traditional Sweets Diwali: કોઈ પણ તહેવાર હોય પહેલા આપણા ઘરે મિઠાઈ આવે છે. મિઠાઈ વિના તહેવાર અધૂરો છે. ત્યારે અમે તમારા માટે દિવાળી ઉપર ખાસ મિઠાઈની રેસીપી લઈને આવ્યા છીએ. આવો જાણીએ આ રેસીપી.
શ્રીખંડ
શ્રીખંડ મોટા ભાગના લોકોને પસંદ હોય છે. પહેલાના સમયમાં તેને માત્ર ઉનાળાના સમયમાં ખાવામાં આવતો હતો. પરંતુ હવે તો દરેક તહેવામાં તમે તેને બનાવી શકો છો. તમે તમારા સ્વાદ પ્રમાણે કોઈ પણ ફળ તેમાં એડ કરીને અલગ ફેલેવર આપી શકો છો. તમે તમારા મનપસંદ ડ્રાયફ્રુટને એડ કરી શકો છો.
જલેબી
જલેબી તો એવી મિઠાઈ છે કે જે દિવાળી ઉપર ચોક્કસ લોકો પોતાના ઘરે બનાવે છે. તેને ચણાના લોટથી બનાવવામાં આવે છે. ઘણા લોકોને અડદના લોટથી બનતી જલેબી ખાવી પસંદ હોય છે. તમે પણ આ દિવાળી ઉપર જલેબી બનાવી શકો છો.
ઘુઘરા
ગુજરાતમાં તો દિવાળીના સમયમાં મોટા ભાગના ઘરમાં ઘુઘરા બને જ છે. તેમાં રવો અથવા ડ્રાયફ્રૂટ્સ ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. દેશના અલગ અલગ વિસ્તારમાં તેને નવી નવી રીતથી બનાવવામાં આવે છે. તમે ઘુઘરા પણ બનાવી શકો છો.
ગુલાબજાંબુ
દિવાળીમાં ગુલાબજાંબુ ન હોય તો તેની મજા અધૂરી લાગે છે. દિવાળીના સમયે મહેમાન ઘરે આવે છે ત્યારે આપણે કંઈને કઈ ખવડાવવાનો આવકાર રાખતા હોઈએ છીએ. ત્યારે આપણે આ દિવાળીના તમે ગુલાબજાંબુ બનાવી શકો છે.
આ પણ વાંચો: દિવાળીની રજામાં ફરવાનું પ્લાનિંગ હોય તો અમદાવાદથી ફ્લાઈટ ટિકિટ પડશે સસ્તી
કાજુ કતરી
દિવાળીના સમયમાં શું મિઠાઈ બનાવી તે તમને વિચાર આવતો હોય તો તમારા માટે બેસ્ટ ઓપશન કાજુ કતરી છે. પ્રસાદ માટે પણ તમે કાજુ કતરી બનાવી શકો છો. દિવાળીના સમયમાં તમે લોકોને કાજુ કતરી ગિફ્ટ આપી શકો છો.