December 27, 2024

દિલ્હીમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ, જાણો અન્ય કયા રાજ્યોમાં છે પ્રતિબંધ

Diwali 2024: દેશભરમાં દિવાળીની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દિલ્હીમાં ફટાકડા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ઘણા એવા રાજ્યો છે જ્યાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને પંજાબ, હરિયાણા, દિલ્હી, તમિલનાડુના ઘણા રાજ્યોમાં ફટાકડા ફટાકડા અંગે ઘણા કડક નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે.

બિહારના કેટલાક શહેરોમાં ફટાકડા પર પ્રતિબંધ
બિહારના મુઝફ્ફરપુર, પટના, ગયા, અને હાજીપુર જેવા મોટા શહેરોએ ગ્રીન ફટાકડા સહિત તમામ પ્રકારના ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે.

મહારાષ્ટ્રમાં ફટાકડાની સાથે સ્કાય ફાનસ પર પ્રતિબંધ
મહારાષ્ટ્રમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ સિવાય મુંબઈ પોલીસે 23 ઓક્ટોબરથી 24 નવેમ્બર સુધી સ્કાય લેન્ટર્નના ઉપયોગ અને વેચાણ પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

કર્ણાટકમાં માત્ર ગ્રીન ફટાકડાની જ છૂટ
કર્ણાટક સરકારે દિવાળી દરમિયાન ખાલી ગ્રીન ફટાકડાને જ મંજૂરી આપી છે. આ અંગે હજુ સુધી કોઈ ઔપચારિક પ્રતિબંધ જારી કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો: લોરેન્સ બિશ્નોઈ ગેંગે અભિનવ અરોરાને મારી નાંખવાની ધમકી આપી હોવાનો દાવો

પંજાબ અને હરિયાણા સરકાર ફટાકડા પર કડક વલણ
આ દિવાળીએ પંજાબ અને હરિયાણા સરકારોએ ફટાકડાના ઉપયોગને લઈને કડક વલણ અપનાવ્યું છે. ગુરુગ્રામમાં ફટાકડાને લઈને કડક વલણ કરવામાં આવી રહ્યું છે. જો કે, દિવાળી અને ગુરુ પર્વના અમુક કલાકો દરમિયાન, લીલા ફટાકડા સળગાવવાની પરવાનગી છે.