January 27, 2025

મારો વોર્ડ – મારી સમસ્યા: લાઠી શહેરમાં વેરો વધારતા સ્થાનિકોમાં નિરાશા

દશરથસિંહ રાઠોડ, લાઠી: સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઇ ગઈ છે ત્યારે અમરેલી જિલ્લામાં રાજુલા, જાફરાબાદ ,લાઠી, ચલાલા સહિત 4 નગરપાલિકાની ચૂંટણી યોજાશે. આગામી 16 તારીખ મતદાન થવાનું છે આ ચૂંટણીમાં લોકો ક્યાં મુદ્દાઓને ધ્યાનમાં રાખશે. કેવા કોર્પોરેટ પસંદ કરશે તેની લાઠી શહેરના સ્થાનીક લોકો કેવા વિકાસ, ક્યા મુદ્દાઓ અને સમસ્યાઓ છે તે જાણીશું…

આગામી 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવાની છે. અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં ચાર નગરપાલિકાની ચૂંટણી થશે. જેમાં લાઠી, ચલાલા, રાજુલા અને જાફરાબાદમાં ચૂંટણી થશે. ત્યારે ન્યુઝ કેપિટલની ટીમ કવિ કલાપીની નગરી લાઠી શહેરમાં પહોંચી હતી. લાઠી શહેરની વાત કરીએ તો 6 વોર્ડ છે અને 24 સભ્યો ચૂંટણી લડશે. લાઠી શહેરના લોકો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને શું કહે છે તે જાણવાનો પ્રયાસ કર્યો લોકોએ રોડ, રસ્તા અને ગટરના પ્રશ્નો વિશે વાત કરી હતી. લાઠી શહેરમાં સ્થાનિક રોડ રસ્તાં અને ગટરની વ્યવસ્થા સારી હોવાનું જણાવ્યું હતું.

તેમજ લાઠી શહેરમાં કોઈ ઉદ્યોગ ન હોવાને કારણે રોજગારીનો પ્રશ્ન છે અને જી.આઇ. ડી.સી 2027મા મંજૂર થઈ હતી, પરંતુ હજુ સુધી લાઠી શહેરમાં જી. આઇ.ડી.સી આવી નથી તેમજ લાઠી શહેરમાં છેલ્લા 15 વર્ષથી ભાજપનું શાસન છે ત્યારે લાઠી શહેરમાં વેરો વધારવામાં આવ્યો હોવાથી સ્થાનિકોમાં નિરાશા જોવા મળી હતી. હાલ લાઠી શહેરનો વિકાસ થાય અને પાયાની સુવિધાઓ મળે તેવું કહી રહ્યા છે.