December 22, 2024

મહેસાણા SP વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા ડીસા કોર્ટનો હુકમ

SP - NEWSCAPITAL

પાલનપુરઃ ગત માસમાં જમ્મુ તાવી એક્સપ્રેસ ટ્રેનમાં બોમ્બ હોવાનું કહી એક શખ્સે ફોન કરી ટ્રેન થંભાવી હતી, આ મામલામાં મહેસાણા SP સામે ફરિયાદ દાખલ કરવા ડીસા કોર્ટે હુકમ કર્યો છે. સમગ્ર મામલાના તપાસ અધિકારી પોલીસ ઇન્સ્પેકટર બી વી પટેલ હાજર ન રહેતા જિલ્લા પોલીસ વડાને કોર્ટમાં હાજર રહેવા નોટિસ ફટકારી હતી. વારંવાર નોટિસ આપવા છતાં SP હજાર ન રહેતા કોર્ટે કાર્યવાહી કરી છે.

ટ્રેનમાં બોમ્બ હોવાની માહિતી મળતા અફરાતફરી મચી હતી
જમ્મુ તાવી એક્સપ્રેસ ટ્રેનમાં બોમ્બ હોવાની માહિતી ગત માસમાં મહેસાણા કંટ્રોલ રૂમને મળતા અફરાતફરી મચી હતી. આ પ્રકારની માહિતી મળતા જ પોલીસની ટીમો કામે લાગી ગઈ હતી. પોલીસે જમ્મુ તાવી ટ્રેનમાં તપાસ કરી હતી, પરંતુ પોલીસને બોમ્બ કે અન્ય કોઈ શંકાસ્પદ ચિજ મળી ન હતી અને ટ્રેનને રવાના કરવામાં આવી હતી. બાદમાં આ પ્રકારની ખોટી માહિતી આપીને અફવા ફેલાવનાર આરોપીની તપાસ હાથ ધરતા આરોપીને ઝડપી લેવામા આવ્યો હતો. ટેકનિકલ સર્વેલન્સ આધારે પોલીસે આરોપીને ઊંઝા નજીકથી ઝડપી પાડ્યો હતો. અમિત નામનો યુવક ટ્રેન ચુકી ગયો હતો અને ટ્રેનમાં સામાન રહી જવાને કારણે તેણે ટ્રેનને રોકવા માટે કંટ્રોલ રુમને બોમ્બ હોવાનો ફોન કર્યો હતો.SP - NEWSCAPITAL

કોર્ટે જિલ્લા પોલીસ વડા વિરુદ્ધ કેસ રજીસ્ટર કરવા હુકમ કર્યો
આ કેસના તપાસ અધિકારી બી વી પટેલ કોર્ટમાં હજાર ન રહેતા કોર્ટે મહેસાણા જિલ્લા પોલીસ વડાને કોર્ટમાં હાજર રહેવા નોટિસ ફટકારી છે. મળતી માહિતી મુજબ, ખુદ પોલીસ વડાએ જ PIને કોર્ટમાં હાજર રહેવા પરવાનગી આપી ન હતી. વારંવાર નોટિસ આપવા છતાં SP હાજર ન રહેતા કોર્ટે કાર્યવાહી કરી છે. ડીસાની આઠમી એડી.સેશન્સ કોર્ટે રજિસ્ટ્રારને જિલ્લા પોલીસ વડા વિરુદ્ધ કેસ રજીસ્ટર કરવા હુકમ કર્યો છે. કોર્ટના ચુકાદા અંગે DGP, ચિફ સેક્રેટરી અને ગાંધીનગર રેન્જ IGને પણ જાણ કરવામાં આવી છે.