January 6, 2025

10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગમાં એડમિશન પ્રકિયાની શરૂઆત, જોઈ લો છેલ્લી તારીખ

અમદાવાદઃ ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ માટેની એડમિશન કમિટીએ પ્રવેશ પ્રકિયાની શરૂઆત કરી છે. આગામી 13મી જૂન સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકાશે. ગત વર્ષે 47000 રજિસ્ટ્રેશન સામે 80 હજારથી વધુ રજિસ્ટ્રેશન થવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.

બીજી તરફ, પ્રવેશ પ્રક્રિયામાં EC અને ICT કોર્ષના વિદ્યાર્થીનો ધસારો રહેશે. ધોલેરા અને સાણંદમાં માઇક્રોન કંપની દ્વારા પ્લાન્ટ તૈયાર થઈ રહ્યો છે. ત્યારે વિદ્યાથીઓનો જોગ EC અને ICT તરફ વધે તેવી શક્યતા છે. આ ઉપરાંત આઈટી અને ક્મ્પ્યુટર એન્જિનિયરિંગ કરવાનો વિદ્યાર્થીઓમાં ક્રેઝ યથાવત્ રહેશે.

આ પણ વાંચોઃ 12 સાયન્સની પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની શરૂઆત, છેલ્લી તારીખ 21મી મે

ડિપ્લોમા એન્જનિયિરિંગની કુલ 68 હજાર બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં 107 સેલ્ફ ફાયનાન્સ, 5 ગ્રાન્ટેડ અને 31 સરકારી પોલિટેકનિક એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશની કામગીરી કરશે. આ વર્ષે 80 ટકા સીટો ભરાવવાનો કમિટીનો અંદાજ છે.

ધોરણ 12 સાયન્સની પૂરક પરીક્ષાના ફોર્મ ભરાવવાની શરૂઆત
ગુજરાત બોર્ડમાં ધોરણ 12 સાયન્સની પૂરક પરીક્ષાના ફોર્મ ભરાવવાની શરૂઆત થઈ ગઈ છે. આગામી 21 મેના દિવસે સાંજે પાંચ વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે. ગુજરાત બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. વિદ્યાર્થીઓ પરીણામ સુધારવા તમામ વિષયની પરીક્ષા આપી શકશે.

તાજેતરમાં આવ્યું હતું ધોરણ 10નું પરિણામ
રાજ્યમાં ઉપસ્થિત નિયમિત પરીક્ષાર્થીઓની સંખ્યા 6.99 લાખ છે. જેમાંથી માધ્યમિક શાળાંત પ્રમાણપત્રને પાત્ર નિયમિત પરીક્ષાર્થીઓની સંખ્યા 5.77 લાખ છે. જેમાં નિયમિત પરીક્ષાર્થીઓના પરિણામની ટકાવારી 82.56% આવી છે. આ ઉપરાંત ઉપસ્થિત પુનરાવર્તિત પરીક્ષાર્થીઓની સંખ્યા 1.60 લાખ હતી. માધ્યમિક શાળાંત પ્રમાણપત્રને પાત્ર પુનરાવર્તિત પરીક્ષાર્થીઓની સંખ્યા 78715 હતી. જેમના પરિણામની ટકાવારી 49.06% આવી છે.