November 18, 2024

સ્ટાર ક્રિકેટર Dinesh Karthik ક્રિકેટને કહ્યું અલવિદા, જન્મદિવસ પર લખી ભાવુક પોસ્ટ

કાર્તિકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાના બે દાયકા લાંબા ક્રિકેટિંગ કરિયરને યાદ કર્યું છે.

Dinesh Karthik Retirement: સ્ટાર ક્રિકેટર દિનેશ કાર્તિકે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લઇ લીધો છે. વિકેટકીપર બેટ્સમેન કાર્તિકે 1 જૂન (શનિવાર)એ પોતાના 39માં જન્મદિવસ પર સંન્યાસની જાહેરાત કરી છે. કાર્તિકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાના બે દાયકા લાંબા ક્રિકેટિંગ કરિયરને યાદ કર્યું છે.

કાર્તિકે X પર લખ્યું,‘ગત કેટલાક દિવસોમાં મને જે સ્નેહ, સમર્થન અને પ્રેમ મળ્યો છે. તેનાથી હું અભિભૂત છું. આ વસ્તુને સંભવ તનાવનારા તમામ પ્રશંસકો પ્રત્યે મારી ઊંડી કૃતજ્ઞતા અને હાર્દિક ધન્યવાદ. ખુબ જ સમય સુધી આ વિશે વિચાર કર્યા બાદ મેં ક્રિકેટથી હટવાનો નિર્ણય લીધો છે. હું આધિકારીક રીતે સંન્યાસની ઘોષણા કરૂં છું. મારી રમતના દિવસોને પાછળ છોડીને હું આગામી સમયમાં આવનારા પડકારો માટે તૈયાર છું.’

કાર્તિકે કહ્યું,‘હું મારા કોચ, કેપ્ટન, પસંદગીકર્તાઓ, ટીમમેટ અને સપોર્ટ સ્ટાફના સદસ્યોનો આભાર માનું છું. જેમણે આ લાંબી યાત્રા સુખદ અને આનંદમય બનાવી છે. હું પોતાને તેવા કેટલાક ભાગ્યશાળી લોકોમાંથી એક માનું છું જેમને દેશ સેવા કરાવાનું સૌભાગ્ય મળ્યું. આટલા બધા પ્રશંસકો અને દોસ્તોની સદ્ભાવનાને અર્જિત કરવા માટે હું વધું ભાગ્યશાળી માનું છું.’

કાર્તિકે વધુમાં કહ્યું, ‘આટલા વર્ષોમાં મારા માતા-પિતા મારા માટે શક્તિ અને સમર્થનના આધારસ્તંભ છે અને તેમના આશીર્વાદ વિના હું આજે જે છું તે ન હોત. હું દીપિકા (પત્ની)નો પણ ખૂબ આભારી છું, જે પોતે એક પેશેવર ખેલાડી છે. અમારી મહાન રમતના તમામ ચાહકોનો ખૂબ ખૂબ આભાર. તમારા સમર્થન અને શુભકામનાઓ વિના ક્રિકેટ અને ક્રિકેટરોનું અસ્તિત્વ ન હોત.

ધોની પહેલા ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું
દિનેશ કાર્તિકનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ એમએસ ધોની પહેલા હતું. કાર્તિકે નવેમ્બર 2004માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. તેણે 5 સપ્ટેમ્બર 2004ના રોજ ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં વન-ડેમાં પદાર્પણ કર્યું હતું. તેણે 1 ડિસેમ્બર 2006ના રોજ જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકા સામે ટી-20માં પ્રવેશ કર્યો હતો. ધોનીએ ડિસેમ્બર 2005માં ચેન્નાઈમાં શ્રીલંકા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ધોનીનું વન-ડે ડેબ્યૂ ડિસેમ્બર 2004માં બાંગ્લાદેશ સામે ચિટાગોંગમાં થયું હતું. જોકે, ધોની અને ડીકેનું ટી-20 ડેબ્યૂ એ જ મેચમાં થયું હતું, જે દક્ષિણ આફ્રિકા સામે રમાઈ હતી.