January 21, 2025

ટ્રમ્પના શપથ સમારોહમાં પિચાઈ, ઝકરબર્ગથી લઈને મેલોની-જયશંકર સુધીના દિગ્ગજોએ હાજરી આપી

Donald Trump Oath Ceremony: ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ બન્યા છે. ગયા વર્ષે નવેમ્બરમાં યોજાયેલી ચૂંટણી જીત્યા બાદ ટ્રમ્પે (20 જાન્યુઆરી 2025, સોમવાર) અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. આ ટોચના પદ પર આ તેમનો બીજો કાર્યકાળ છે. આ સાથે જેડી વાન્સએ ઉપરાષ્ટ્રપતિ પદ માટે શપથ લીધા હતા. કડકડતી ઠંડીના કારણે ટ્રમ્પનો શપથ ગ્રહણ સમારોહ યુએસ સંસદ કેપિટલ હિલમાં યોજાયો હતો.


ટ્રમ્પે કહ્યું- એક સમૃદ્ધ દેશ બનાવશું
ટ્રમ્પે કહ્યું કે, અમારી પ્રથમ પ્રાથમિકતા એક એવો દેશ બનાવવાની રહેશે જે ગૌરવપૂર્ણ, સમૃદ્ધ અને મુક્ત હોય. તેમણે કહ્યું કે અમેરિકા ટૂંક સમયમાં પહેલા કરતાં વધુ મોટું, મજબૂત અને વધુ પ્રભાવશાળી બનશે.

માર્ક ઝુકરબર્ગ, જેફ બેઝોસ, સુંદર પિચાઈ અને એલોન મસ્ક સહિતના મહેમાનો ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ સમારોહ હાજર રહ્યા હતા.


ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા.

ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં વિદેશ મંત્રી એસ જયશંકરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.


વિવેક રામાસ્વામી અને સુસી વિલ્સ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને તેમની પુત્રી કાઈ ટ્રમ્પ રોટુંડામાં 60માં રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યા.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યુ. બુશ, ભૂતપૂર્વ પ્રથમ મહિલા લૌરા બુશ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા વોશિંગ્ટનમાં યુએસ કેપિટોલના રોટુન્ડામાં શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યાં.

ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં હોલ ભરચક હતો.


અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સએ લોકોની શુભેચ્છાઓ સ્વીકારી.