January 16, 2025

ગુજરાતમાં રવિ સિઝનના ડિજિટલ ક્રોપ સર્વેનો આજથી શુભારંભ

Digital Crop Survey: ગુજરાતમાં રવિ સિઝનના ડિજિટલ ક્રોપ સર્વેનો શુભારંભ કરવામાં આવ્યો છે. આજના દિવસે તેની શરૂઆત કરાઈ છે. આગામી 45 દિવસ દરમિયાન રાજ્યના 18,464 ગામોનો સર્વે કરવામાં આવશે. આશરે એક કરોડથી વધારે ખેતીલાયક પ્લોટનો સર્વે કરાશે.

આ પણ વાંચો: નવસારીમાં રાષ્ટ્રીય કક્ષાની કબડ્ડી સ્પર્ધાનો થયો પ્રારંભ

નવતર પહેલ શરૂ કરાઈ
ભારત સરકાર દ્વારા વર્ષ 2024-25થી દેશના તમામ રાજ્યોમાં ડિજિટલ ક્રોપ સર્વેની નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગુજરાતમાં ખરીફ 2024-25 સિઝનનો ડિજિટલ ક્રોપ સર્વે ગત તારીખ 25 ઓક્ટોબરે પૂર્ણ કરવામાં આવ્યો હતો. હવે રવિ સિઝન શરૂ થતા રાજ્યના 33 જિલ્લાના તમામ ખેતર માટે રવિ 2024-25 ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. આજથી રાજ્યભરમાં 45 દિવસ સુધી જે-તે ગ્રામ્ય લેવલે પસંદ કરેલ સર્વેયર દ્વારા ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે. જે અંતર્ગત રાજ્યના 33 જિલ્લાના 18,464 ગામોમાં તમામ ખેતીલાયક વિસ્તારના આશરે એક કરોડથી વધારે સર્વે પ્લોટને આવરી લેવાશે.