શું તમે ITR ભરતી વેળાએ ભૂલ કરી છે? બસ કરો આ કામ
Revised ITR: આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ (ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ) ઝડપથી નજીક આવી રહી છે. ત્યારે ઘણા લોકો ઉતાવળમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી રહ્યા છે. જો તમે પણ ઉતાવળમાં ITR ભરતી વખતે ભૂલ કરી હોય તો ગભરાશો નહીં. ભૂલ સરળતાથી તમે સુધારી શકો છો. આવો જાણીએ કે ITR માં ભૂલ કેવી રીતે સુધારવી.
તમારી પાસે બે વિકલ્પો
ITR તમે વેરિફાઈ કર્યું હોય તો તમારે સુધારેલી ITR ફાઇલ કરવી પડશે. હાલમાં સુધારેલ ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31મી ડિસેમ્બર છે. મતલબ કે આ તારીખ પછી તમે સુધારેલ ITR ભરી શકશો નહીં. ITRમાં ભૂલો સુધારવાની વાત કરીએ, તો તમે ગમે તેટલી વખત ભૂલો સુધારી શકો છો. તેનો અર્થ એ છે કે તમે છેલ્લી તારીખ પહેલા જેટલી વખત ઇચ્છો તેટલી વખત સુધારેલ ITR ફાઇલ કરી શકો છો.
આ પણ વાંચો: આ છે લાદીની દુનિયાના લેન્ડલોર્ડ, 3000થી વધુ ડીલર્સ નેટવર્કના માલિક
શું કોઈ ચાર્જ થશે?
હવે એક મોટો પ્રશ્ન એ છે કે શું ભૂલ સુધારીને ITR ફાઈલ કરવામાં આવે ત્યારે કોઈ તમારે ચાર્જ કે પેનલ્ટી ચૂકવવી પડશે? તમને જણાવી દઈએ કે સંશોધિત ITR ફાઇલ કરવા પર આવકવેરા વિભાગ દ્વારા કોઈ ચાર્જ અથવા દંડ લાદવામાં આવતો નથી. પરંતુ જો તમે તમારી આવકમાં કોઈ ફેરફાર કરો છો અને વધારાની આવક બતાવો છો તો તમારે વધારાનો ટેક્સ ચૂકવવાનો રહેશે. જો આવું થાય છે તો તમારી પાસેથી દંડ અને બાકીની રકમ વસૂલવામાં આવી શકે છે.