January 24, 2025

IPL 2024: ધ્રુવ જુરેલે પરિવાર સાથે તેની પ્રથમ IPL ફિફ્ટી સેલિબ્રેટ કરી

IPL 2024: રાજસ્થાન રોયલ્સના વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલે શનિવારે લખનૌ સુપરજાયન્ટ્સ સામે શાનદાર ઇનિંગ રમી હતી. 23 વર્ષના જુરેલે 34 બોલમાં અણનમ 52 રન બનાવ્યા હતા. તેની પ્રથમ IPLમાં તેણે અડધી સદી ફટકારી છે. તેની ઉંમર 23 વર્ષ છે. જુરેલે 34 બોલમાં અણનમ 52 રન બનાવીને દરેકને ચોંકાવી દીધા હતા.

અણનમ ભાગીદારી કરી
એકાના સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં જુરેલનું જોરદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. તેણે તેની IPL કારકિર્દીની પ્રથમ અડધી સદી ફટકારી હતી. તેણે 34 બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 52 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સે 6 બોલ બાકી રહેતા 7 વિકેટે મેચ જીતી લીધી હતી. આખરે રાજસ્થાનની ટીમની જીત થઈ હતી. આ જીત સાથે રાજસ્થાન રોયલ્સે IPL 2024ના પોઈન્ટ ટેબલમાં પોતાનું ટોચનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

આ પણ વાંચો: KKR vs PBKS: કોલકાતાના ઓપનિંગ બેટ્સમેનોએ બનાવ્યો ખાસ રેકોર્ડ

જુરેલે કરી ઉજવણી
ધ્રુવ જુરેલે રાજસ્થાન રોયલ્સ માટે તેની 22મી મેચ રમી શાનદાર રમી હતી. આ સમયે ખાસ વાત એ હતી કે ધ્રુવ જુરેલનો પરિવાર સ્ટેડિયમમાં હાજર હતો. મેચ પુરી થતાની સાથે તે તેના પરિવારને સ્ટેડિયમની અંદર જ મળ્યો હતો. તેણે તેની પ્રથમ અડધી સદીની ઉજવણી પોતાના પરિવાર સાથે કરી હતી. જેનો વીડિયો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. અદભૂત ક્ષણ તો એ હતી કે ધ્રુવ જુરેલે તેની પ્રથમ IPL અડધી સદી પૂરી કરી ત્યારે તેણે તેના પિતાને સલામ કરીને માન આપ્યું હતું. તમને જણાવી દઈએ કે તેના પિતા આર્મીમાં ફરજ બજાવે છે. આ સમયે તેના પિતા માટે તેણે કહ્યું કે “હું હંમેશા મારા પિતા માટે રમું છું.