January 16, 2025

ધોની કે રોહિત, બેસ્ટ કેપ્ટન કોણ?

MS Dhoni Or Rohit Sharma: કપ્તાની જ્યારે જ્યારે વાત આવે છે ત્યારે રોહિત અને ધોનીનું નામ પહેલા આવે છે. ધોની કે રોહિત, બેસ્ટ કેપ્ટન કોણ? ત્યારે આ સવાલ કોઈ ખેલાડીને પુછવામાં આવે તો શું જવાબ આવે? આવું જ કંઈક શિવમ દુબેની સાથે થયું. તેને આ વિશે સવાલ કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં તેણે રસપ્રદ જવાબ આપ્યો હતો.

ક્રિકેટના ઈતિહાસના મહાન કેપ્ટનમાંથી એક
રોહિત શર્મા ભારતીય ટીમને વર્લ્ડ કપ ટાઇટલમાં જીત અપાવનાર ત્રીજો કેપ્ટન છે. આ પહેલાની વાત કરવામાં આવે તો કપિલ દેવ ભારતને વર્લ્ડ કપનો ખિતાબ અપાવનાર પ્રથમ કેપ્ટન બન્યા હતા. કપિલ દેવ પછીના કેપ્ટનની વાત કરવામાં આવે તો એમએસ ધોનીએ ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ ટ્રોફી અપાવી હતી. શિવમ દુબેને એક ટીવી શો માં પુછવામાં આવ્યું કે રોહિત શર્મા અને એમએસ ધોની વચ્ચે બેસ્ટ કેપ્ટન કોણ છે?

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ 2024 માટે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની જાહેરાત

કપિલે શિવમ દુબેને કર્યો અધરો સવાલ
કપિલે શિવમ દુબેને ધોની અને રોહિત શર્માની કેપ્ટનશિપ પર સવાલ કર્યો હતો. આ પછી શિવમ દુબે ખરાબ રીતે મૂંઝવણમાં જોવા મળ્યો હતો. રોહિત શર્મા અને શિવમ દુબે સહિત ઘણા ટીમ ઈન્ડિયાના કેટલાક સ્ટાર્સ ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ પહોંચ્યા હતા. જેના જવાબમાં શિવમ દુબે કહ્યું કે મને લાગે છે કે હું જેની સાથે રમી રહ્યો છું, તે મારા માટે સર્વશ્રેષ્ઠ છે.તમને જણાવી દઈએ કે શિવમ 2024માં રમાયેલા T20 વર્લ્ડ કપમાં વિજેતા ટીમ ઈન્ડિયાનો ભાગ હતો.