December 19, 2024

ધોનીની નિવૃત્તિને લઈને CSKના કોચનું મોટું નિવેદન

MS Dhoni:  IPL 2024ની 68મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. હારની સાથે IPLની 17મી સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સની આ સિઝનની સફર પુર્ણ થઈ હતી. આ મેચમાં હારના સામનો કરવાની સાથે એમએસ ધોનીને લઈને પણ વધારે ચર્ચા થઈ રહી છે.

નિવૃત્તિની ચર્ચા
આ મેચમાં હાર સાથે એમએસ ધોનીની નિવૃત્તિની ચર્ચા શરૂ થઈ છે. જો વાત સાચી હોય તો ધોનીની આ છેલ્લી સફર હતી. ધોનીની આ ચર્ચા વચ્ચે ટીમના કોચે એક નિવેદન આપ્યું છે. જેમાં બોલિંગ કોચ એરિક સિમોન્સે કહ્યું કે, ” ધોની પાસે રમતની ખૂબ જ સરળ સમજ છે. માહી આવી માહિતી અને જ્ઞાનથી લોકોને પણ મદદ કરે છે. એરિક સિમોન્સે વધુમાં કહ્યું કે દરેક વ્યક્તિ તેના ભવિષ્ય વિશે અનુમાન લગાવી રહ્યા છે. જે લોકો અનુમાન લગાવે છે તેના વિશે તેઓ પાગલ છે. તે આ સિઝનમાં ખુબ સારૂ રમ્યો હતો.

આ પણ વાંચો: આજે SRH અને PBKS વચ્ચે મહામુકાબલો

પ્લેઓફમાં પોતાનું સ્થાન
ગઈ કાલની મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સની હાર સાથે તે પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે. મહત્વની વાત એ છે કે ગઈ સિઝનમાં જે ટીમે પ્લેઓફમાં પોતાની જગ્યા બનાવી હતી. તે ટીમો આ વખતે પ્લેઓફમાં પોતાનું સ્થાન બનાવી શકી નથી. આવું આઈપીએલના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે. સનરાઈઝર્સ હૈદરાબાદ, કોલકાતા નાઈટ રાઈડર્સ રાજસ્થાન રોયલ્સ અગાઉ આઈપીએલનું ટાઈટલ જીતી ચૂકી છે. પરંતુ આ વખતની સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એકમાત્ર એવી ટીમ છે જેણે હજુ સુધી IPL ટ્રોફી જીતી નથી. જેના કારણે તેના માટે આ રસ્તો મુશ્કેલ છે. ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ હમેંશા જબરદસ્ત ફોર્મમાં જોવા મળી છે. જેના કારણે આ માત્ર ત્રીજી વખત બન્યું છે કે તે પ્લેઓફમાં પહોંચી શકી નથી.