January 23, 2025

ધોનીએ સતત 3 સિક્સર મારીને ઈતિહાસ રચ્યો!

IPL 2024: મહેન્દ્ર સિંહ ધોનીએ ગઈ કાલની મેચમાં એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. જેમાં તેને 4 બોલમાં 3 છગ્ગા મારીને કુલ 20 રન બનાવ્યા હતા. જે મારતાની સાથે તેણે એક નવો રેકોર્ડ બનાવ્યો હતો.

ઈતિહાસ રચ્યો
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ચાહકોને ફરીથી જૂની સ્ટાઈલમાં બેટિંગ કરતો જોવા મળ્યો હતો. ધોનીએ આ ઇનિંગમાં 500ના સ્ટ્રાઇક રેટ સાથે 20 રનની ઇનિંગ રમી હતી. એમએસ ધોની 2008થી ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે છે. તે CSK માટે કાલ સુધીમાં 249 મેચ રમી હતી જેમાં તેણે 4996 રન બનાવી દીધા હતા. 5000 રનમાં તેને માત્ર 4 રન બાકી હતા. જે ગઈ કાલની મેચ બાદ તેણે આ 4 રન પુરા કરી દીધા હતા.

ચોગ્ગા જોવા મળ્યા
CSK માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની વાત કરવામાં આવે તો સુરેશ રૈના – 5529 રન , એમએસ ધોની – 5000 રન, ફાફ ડુ પ્લેસિસ – 2932 રન, માઈકલ હસી – 2213 રન, મુરલી વિજય – 2205 રન બનાવ્યા છે. આઈપીએલમાં ધોની અત્યાર સુધીમાં કુલ 255 મેચ રમી ચૂક્યો છે. આ સમયગાળા દરમિયાન તેણે 39.09ની એવરેજથી 5121 રન બનાવ્યા છે. મહત્વની વાત એ છે કે ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 5 વખત આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. IPLની 17મી સિઝનમાં ધોનીએ અત્યાર સુધી 6માંથી 4 મેચમાં બેટિંગ કરી છે. 236ના સ્ટ્રાઈક રેટથી કુલ 59 રન બનાવ્યા છે. આ ગાળા દરમિયાન ધોનીના બેટમાંથી માત્ર 4 ચોગ્ગા જોવા મળ્યા હતા અને તેણે 6 છગ્ગા ફટકાર્યા હતા.

આ પણ વાંચો: IPL 2024: આજે PBKS અને RR વચ્ચે ‘મહામુકાબલો’

કેવી રહી મેચ?
ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચમાં શાનદાર રહી હતી. હાર્દિક પંડ્યાએ ટોસ જીત્યો હતો. જેમાં મુંબઈની ટીમે બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 206 રન બનાવ્યા હતા. ઋતુરાજ ગાયકવાડે ગઈ કાલની મેચમાં જોરદાર ઇનિંગ રમી અને 40 બોલમાં 69 રન બનાવ્યા હતા. શિવમ દુબેનું પણ યોગદાન જોરદાર રહ્યું હતું. તેણે 38 બોલમાં 10 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 66 રનની ઇનિંગ રમી હતી.