December 23, 2024

ધોનીએ બનાવ્યો વધુ એક મોટો રેકોર્ડ, જાણો તમામ માહિતી

IPL 2024: ધોનીએ દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી મેચમાં જોરદાર ઇનિંગ રમી હતી. કાલની મેચમાં તેણે T20 ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ બનાવી દીધો છે. ગઈ કાલની મેચ વિશાખાપટ્ટનમના સ્ટેડિયમ પર રમાઈ હતી. ક્રિકેટ ચાહકો અને ખાસ કરીને CSKની ટીમની સાથે છે તેમના માટે આ મેચ ખુબ ખાસ હતી કારણ કે આઈપીએલની આ સિઝનમાં આ પ્રથમ વખત હતું કે ધોનીએ બેટિંગ કરી હોય. ધોનીએ ધૂમ મચાવી પરંતુ એમ છતાં CSKની ટીમને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

ચાહકોના દિલ જીતી લીધા
ધોનીની બેટિંગે ચાહકોના દિલ જીતી લીધા હતા. આ મેચમાં 16 બોલમાં તેણે 231.25ની સ્ટ્રાઈક રેટથી 37 રન બનાવ્યા હતા. જેમાં તેણે 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. આ ઇનિંગ બાદ ધોનીએ સ્ટ્રાઈકર ઓફ ધ મેચનો એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. IPLમાં જે સૌથી વધુ સ્ટ્રાઈક રેટથી રન બનાવે છે તેમને આ આ એવોર્ડ આપવામાં આવે છે. આ ઇનિંગ દરમિયાન T20 ક્રિકેટમાં વિકેટ કીપર બેટ્સમેન તરીકે 7000 રન પૂરા કર્યા હતા. જેના કારણે T20 ક્રિકેટમાં કીપર તરીકે 7000 રન બનાવનાર ત્રીજો ખેલાડી બન્યો છે. આ પહેલા માત્ર ક્વિન્ટન ડી કોક અને જોસ બટલર જ આવું કરી શક્યા હતા. જેના કારણે ધોની એશિયાનો પહેલો વિકેટકીપર બેટ્સમેન બની ગયો છે કે જેણે T20 ક્રિકેટમાં 7000 રનના આંકડાનો સ્પર્શ કર્યો હોય.

આ પણ વાંચો: એક વર્ષ પછી વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર આમનેસામને

વધુ રન બનાવનાર વિકેટકીપર
7721 રન – જોસ બટલર, 8578 રન – ક્વિન્ટન ડી કોક, 7036 રન – એમએસ ધોની, 6962 રન – મોહમ્મદ રિઝવાન, 6454 રન – કામરાન અકમલ છે. દિલ્હી કેપિટલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમાયેલી મેચમાં 20 રને વિજય પ્રાપ્ત કર્યો હતો. તમને જણાવી દઈએ કે અત્યાર સુધીની IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે દિલ્હી કેપિટલ્સની 11મી જીત છે. જેના કારણે IPLમાં CSK સામે 10થી વધુ મેચ જીતનારી ચોથી ટીમ બની ગઈ છે. આ પહેલા પંજાબ કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ જ કરી શકી હતી.