CSKની હાર બાદ ધોનીએ ઈન્સ્ટાગ્રામને સર્વશ્રેષ્ઠ ગણાવ્યું
MS Dhoni: આજના સમયમાં તમામ લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. તેમા સૌથી વધારે બેસ્ટ એપ કઈ તે કહેવું મુશ્કેલ છે. CSKની હાર બાદ મહેન્દ્ર સિંહ ધોનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામને બેસ્ટ ગણાવ્યું છે. શું કહ્યું ધોનીએ ઇન્સ્ટાગ્રામને લઈને આવો જાણીએ.
જગ્યા બનાવી શકી નહી
ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ આઈપીએલની સિઝન સારી રહી નહીં. કારણ કે ટીમ પ્લેઓફમાં પણ જગ્યા બનાવી શકી ન હતી. ધોનીની નારાજગી હોય કે પછી નિવૃત્તિની વાત હોય તેના સમાચાર સોશિયલ મીડિયા પર ચારે બાજુ ફેલાઈ રહ્યા હતા. આ વચ્ચે માહીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ધોનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં સૌથી સારી એપ ઈન્સ્ટાગ્રામને કહેતો નજરે પડી રહ્યો છે.
"I prefer Instagram over Twitter. I believe that nothing good has happened on Twitter especially in India"
~ MS Dhoni pic.twitter.com/sMp6GUKeuV
— Hustler (@HustlerCSK) May 20, 2024
કંઈ પોસ્ટ કર્યું નથી
મહેન્દ્ર સિંહ ધોનીએ એક ઈન્ટરવ્યુમાં ઈન્સ્ટાગ્રામની પ્રશંસા કરતા જોવા મળ્યો હતો. જોકે તમને જણાવી દઈએ કે માહી ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ ઓછી એક્ટિવ જોવા મળે છે. છેલ્લી પોસ્ટ 45 અઠવાડિયા પહેલા કરી હતી. આ ઈન્ટરવ્યુમાં તેણે વધુમાં કહ્યું કે ઈન્સ્ટાગ્રામને ભારતમાં શ્રેષ્ઠ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માને છે. જોકે તેણે એમ પણ કહ્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી તે બહુ દુર રાખે છે.
આ પણ વાંચો: આઇફોન યુઝર્સને હવે મજા, વોટ્સએપ સ્ટેટસમાં આવ્યું આ ફીચર
ધોનીની ફેન ફોલોઈંગ
મહેન્દ્ર સિંહ ધોનીના ઇન્સ્ટાગ્રામ પર 48 મિલિયન ફોલોઅર્સ છે. હાલ તેણે 109 પોસ્ટ કરી છે. મહેન્દ્ર સિંહ ધોની ખાલી 4 લોકોને ફોલો કરે છે. X (Twitter)ની વાત કરીએ તો 8.6 મિલિયન લોકો X પર માહીને ફોલો કરે છે. જ્યારે ધોની આમાંથી માત્ર 33 લોકોને જ ફોલો કરે છે.