MS Dhoniએ 30 રન બનાવતાની સાથે સુરેશ રૈનાનો તોડી નાંખ્યો આ રેકોર્ડ

MS Dhoni: ગઈકાલે RCB vs CSK વચ્ચે જબદરસ્ત મુકાબલો જોવા મળ્યો હતો. આ મેચમાં CSKના બેટ્સમેનનું ખૂબ જ ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું. ખાસ વાત તો એ હતી કે ધોની પણ 9મા સ્થાને બેટિંગ કરવા આવ્યો હતો. તે પણ ટીમને જીત અપાવવામાં સફળ રહ્યો ના હતો. તેણે માત્ર 30 રન બનાવ્યા હતા. પંરતુ તેની સાથે સાથે તેણે એક રેકોર્ડ બનાવી લીધો છે. આવો જાણીએ આ રેકોર્ડ વિશે.

આ પણ વાંચો: IPL 2025: સારા અલી ખાન લગાવશે ઠુમકા, આ મેચમાં પરફોર્મ કરશે

ધોની 9 નંબર પર બેટિંગ કરવા આવ્યો
ચેન્નાઈ સુપર કિંગ્સની શરૂઆત ખૂબ જ ખરાબ જોવા મળી હતી. રાહુલ ત્રિપાઠી અને રૂતુરાજ ગાયકવાડ વહેલા પેવેલિયન પાછા ફર્યા હતા. આ પછી આવેલા કોઈ પણ ખેલાડી કંઈ ખાસ કરી શક્યા ના હતા. ધોની ક્રીઝ પર ઉતર્યો ત્યારે તેણે કૃણાલ પંડ્યા સામે સારી બેટિંગ કરી હતી. પરંતુ ત્યાં સુધીમાં બહુ જ મોડું થઈ ગયું હતું.ધોનીએ 30 રન બનાવ્યા હતા. જેમાં 16 બોલમાં તેણે 3 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. ધોની આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. આ મામલે તેણે સુરેશ રૈનાનો પણ રેકોર્ડ તોડી નાંખ્યો છે. IPLમાં CSK ટીમ માટે 4699 રન બનાવ્યા છે. રૈનાએ IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે 4687 રન બનાવ્યા છે.