પંતે તોડ્યો ધોનીનો મોટો રેકોર્ડ, આ યાદીમાં અવ્વલ
Rishabh Pant And MS Dhoni: ભારતીય ટીમ હાલમાં ન્યુઝીલેન્ડ સામે તેની પહેલી મેચ રમી રહી છે. આ મેચ દરમિયાન પંતે શાનદાર અડધી સદી ફટકારી હતી. સરફરાઝ ખાને તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી છે. પંતે ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર બેટિંગ કરીને એમએસ ધોનીનો પણ રેકોર્ડ તોંડી નાંખ્યો હતો. આવો જાણીએ પંતે શું બનાવ્યો રેકોર્ડ.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 2500 રન બનાવનાર ભારતીય વિકેટકીપર
62 ઇનિંગ્સ- પંત
69 ઇનિંગ્સ- એમએસ ધોની
82 ઇનિંગ્સ- ફારૂક એન્જિનિયર
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી રન
પંતે અડધી સદી ફટકારી છે. પંતે ન્યૂઝીલેન્ડ સામે અડધી સદી ફટકાર્યા બાદ તેણે પોતાની ટેસ્ટ કારકિર્દીના 2500 રન પૂરા કરી લીધા છે. ધોનીએ ટેસ્ટમાં 69 ઇનિંગ્સમાં 2500 રન પૂરા કર્યા હતા. અનુભવી વિકેટકીપર ફારૂક એન્જિનિયરે 82 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.
આ પણ વાંચો: લોરેન્સ બિશ્નોઈના નામે સલમાનને મળી ધમકી – 5 કરોડ ચૂકવવા પડશે
પંત આવ્યો બેટિંગ કરવા
ભારતીય ટીમનો ખેલાડી પંત જ્યારે બેટિંગ કરવા આવ્યો ત્યારે તેણે શાનદાર પ્રદર્શનની શરૂઆત કરી હતી. ત્રીજા દિવસની જેમ તેના સ્થાને ધ્રુવ જુરેલે વિકેટકીપિંગની જવાબદારી સંભાળી હતી. સરફરાઝ ખાને મેચમાં પોતાના શાનદાર પ્રદર્શનની શરૂઆત કરી હતી. ઈજાગ્રસ્ત હોવા છતાં પંતે એક મોટો રેકોર્ડ તોંડી નાંખ્યો હતો.