December 19, 2024

દેવદિવાળીએ ડાકોરમાં ભક્તોનું ઘોડાપૂર, 869 વર્ષ પહેલાં ભગવાન અહીં પધાર્યા હતા

Dakor: દેશભરમાં દેવ દિવાળીની ધામઘૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગુજરાતના ખેડામાં યાત્રાધામ ડાકોરમાં આજે કારતક સુદ પૂર્ણિમાને લઇ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ડાકોરમાં પણ દેવદિવાળીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. આજના દિવસનું ભક્તોમાં ખાસ મહત્વ ગણવામાં આવે છે. જ્યારે વહેલી સવારે 04:30 વાગે ભગવાનની મંગળા આરતી માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી.

ડાકોરમાં ગઈકાલે મોડી રાતથી જ ભક્તોએ દર્શન માટે લાઈન લગાવી હતી. મંગળા આરતીના દર્શન સમયે જય રણછોડ માખણ ચોરના નાદથી સમગ્ર મંદિર ગૂંજી ઉઢ્યું હતું. આજે ભગવાન રાજા રણછોડને વિશેષ શણગાર કરી વિશેષ મુગટ ધારણ કરાવવામાં આવ્યો. તમને જણાવી દઈએ કે, વર્ષો પહેલા આ મુગટની કિંમત સવા લાખ હતી અત્યારે આ મુગટની કિંમત કરોડોમાં છે. ભગવાનને આ વિશેષ મુગટ વર્ષમાં ત્રણ વખત પહેરાવવામાં આવે છે. જોકે, દર્શનાર્થને દર્શન કરવામાં કોઈ અગવડ ન પડે તે માટે ખેડા જિલ્લા પોલીસ પણ ખડે પગે છે. ઉલ્લેખનીય છે કે,
869 વર્ષ અગાઉ સંવત 1212ની કારતક સુદ પૂર્ણિમાએ ભગવાન રાજા રણછોડ બોડાણાની ભક્તિમાં વશ થઈ ડાકોર પધાર્યા હતા. જ્યારે રાજા રણછોડ ડાકોરમાં પધારે આજે 869 વર્ષ પૂરા થયા.

આ પણ વાંચો: અમદાવાદમાં પાનની પિચકારી મારતા લોકો સામે ઈ-મેમો જાહેર, CCTVના આધારે કરાશે કાર્યવાહી