December 24, 2024

મહાયુતિને બહુમતી મળ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસની માતાએ આપ્યું નિવેદન

Devendra Fadnavis: મહારાષ્ટ્રમાં અત્યાર સુધીની મતગણતરીમાં પરિણામ લગભગ સ્પષ્ટ જોવા મળ રહ્યું છે. મહાયુતિ બહુમતથી ઘણી આગળ જોવા મળી રહી છે. આગામી સરકાર મહારાષ્ટ્રમાં મહાયુતિની જ બનવા જઈ રહી છે. પરંતુ આ વચ્ચે હવે સવાલ એ છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે. બીજી તરફ દેવેન્દ્ર ફડણવીસની માતાએ પણ આ જીત પર ખુશી વ્યક્ત કરી છે.

આ પણ વાંચો: લાડલી બહેન યોજનાથી જનતાની લાડકી બની ‘મહાયુતિ’ સરકાર?

દેવેન્દ્ર ફડણવીસની માતાએ શું કહ્યું?
મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારની રચના સાથે જ નાયબ મુખ્યમંત્રી અને દેવેન્દ્ર ફડણવીસની માતા સરિતા ફડણવીસનું નિવેદન લામે આવ્યું છે. દેવેન્દ્ર ફડણવીસની માતાએ તેમને અભિનંદન સાથે આશીર્વાદ આપ્યા છે. દેવેન્દ્ર ફડણવીસની માતાએ કહ્યું કે મારો પુત્ર રાજ્યમાં મોટો નેતા બન્યો છે. તે દિવસના 24 કલાક, અઠવાડિયાના સાતેય દિવસ સખત મહેનત કરે છે.