દ્વારકાના દરિયાકિનારેથી મળ્યા અફઘાની ચરસનાં પેકેટ્સ, કિંમત લાખોમાં
દ્વારકાઃ ગુજરાતના દરિયાકિનારેથી અવારનવાર મોટા પ્રમાણમાં ડ્રગ્સ અને નશીલા પદાર્થ મળી આવે છે. ત્યારે વધુ એકવાર આવી ઘટના સામે આવી છે. દ્વારકા જિલ્લાના દરિયાકિનારેથી મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો મળી આવ્યો છે.
દ્વારકા દરિયાકિનારેથી ચરસ મળવાનો સિલસિલો યથાવત્ છે. દ્વારકાના દરિયાકિનારે બિનવારસી ચરસનો જથ્થો મળી આવ્યો હતો. SOGને પેટ્રોલિંગ દરમિયાન બેટ દ્વારકાના પૂર્વ કિનારા તરફથી ચરસનો જથ્થો મળી આવ્યો હતો.
દરિયાકિનારેથી બિનવારસી અફઘાની ચરસના બે પેકેટ મળ્યાં છે. આ ચરસના જથ્થાનો કુલ વજન 1.866 કિગ્રા થયો છે. જ્યારે તેની બજાર કિંમત અંદાજે 93,30,000 રૂપિયા થાય છે.