દ્વારકાના 21 ટાપુઓ પર કોઈ જઈ શકશે નહીં, કલેક્ટરનું જાહેરનામું
દ્વારકાઃ જિલ્લા કલેક્ટર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સમુદ્રસીમામાં આવેલા 21 જેટલા નિર્જન ટાપુઓ પર લોકોની અવરજવર પર રોક લગાવવામાં આવી છે. દ્વારકાના અધિક જિલ્લા કલેક્ટરે આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
સમુદ્ર તટથી 3 તરફથી જોડાયેલા દ્વારકા જિલ્લામાં કુલ 24 ટાપુ આવેલા છે. જે ટાપુઓમાંથી ફક્ત 2 ટાપુ પર જ માનવ વસાહત છે. સમુદ્રના રસ્તે દેશ વિરોધી પ્રવૃત્તિઓ ઘટે તે હેતુથી 21 જેટલા નિર્જન ટાપુ પર તંત્રએ લોકોની અવરજવર માટે રોક લગાવી છે.
આ ટાપુઓ પર કોઈપણ વ્યક્તિ ધાર્મિક પ્રવૃતિના નામ પર દેશ વિરોધી પ્રવૃત્તિ ન કરે તે બાબતે સુરક્ષા વ્યસ્થાને ધ્યાને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તારીખ 9/1/2025સુધી 21 ટાપુ પર અવરજવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.