December 25, 2024

જુનિયર NTRની દેવરા પાર્ટ-1 એ તોડ્યો RRRનો રેકોર્ડ, 5 દિવસમાં કરી આટલા કરોડની કમાણી

Devara Part 1 Box Office Collection Day 5: સાઉથ સુપરસ્ટાર જુનિયર NTRની ફિલ્મ ‘દેવરા-પાર્ટ 1’ થિયેટરોમાં રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ જોરદાર કલેક્શન કરી રહી છે. ‘દેવરા-પાર્ટ 1’ રિલીઝના બે જ દિવસમાં ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર 100 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. હવે આ ફિલ્મ 5 દિવસના કલેક્શન સાથે 200 કરોડ ક્લબનો હિસ્સો બનવાની નજીક પહોંચી ગઈ છે.

‘દેવરા-પાર્ટ 1’ એ પહેલા દિવસે ભારતમાં 82.5 કરોડ રૂપિયા સાથે બોક્સ ઓફિસ પર ખાતું ખોલ્યું હતું. બીજા દિવસે ફિલ્મે 38.2 કરોડ રૂપિયા, ત્રીજા દિવસે 39.9 કરોડ રૂપિયા અને ચોથા દિવસે 12.75 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. હવે પાંચમા દિવસના પ્રારંભિક આંકડાઓ સામે આવ્યા છે, જે મુજબ ‘દેવરા-પાર્ટ 1’ એ અત્યાર સુધીમાં 2.81 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આમ ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર ‘દેવરા-પાર્ટ 1’નું કુલ કલેક્શન 176.16 કરોડ રૂપિયા થઈ ગયું છે.

‘દેવરા-પાર્ટ 1’ એ તોડ્યો ‘RRR’નો રેકોર્ડ
જુનિયર NTRની ફિલ્મ ‘દેવરા-પાર્ટ 1’ એ 5 દિવસમાં 176.16 કરોડ રૂપિયાની કમાણી કરીને તેની અગાઉની સુપરહિટ ફિલ્મ ‘RRR’ને પાછડ છોડી દીધી છે. 2022માં રિલીઝ થયેલ આ ફિલ્મે 5 દિવસમાં ઘરેલુ બોક્સ ઓફિસ પર કુલ 170.49 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ કલેક્શન ‘દેવરા-પાર્ટ 1’ની અત્યાર સુધીની કમાણી કરતાં ઓછું છે.

આ પણ વાંચો: ગોળી વાગ્યા પછી ગોવિંદાનું પહેલું નિવેદન આવ્યું સામે, કહ્યું – મહાકાલની કૃપા…

5 ભાષામાં રિલીઝ થઈ ‘દેવરા-પાર્ટ 1’
કોરાતાલા શિવાના ડેરેક્શનમાં બનેલ ‘દેવરા-પાર્ટ 1’ એક તેલુગુ એક્શન-થ્રિલર ફિલ્મ છે. તેલુગુ ઉપરાંત, આ ફિલ્મ હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં પણ રિલીઝ થઈ છે. ફિલ્મમાં જુનિયર NTR સાથે લીડ એક્ટ્રેસ તરીકે જ્હાનવી કપૂર જોવા મળી રહી છે.

ફિલ્મની સ્ટાર કાસ્ટ
જાહ્નવી કપૂરે ‘દેવરા-પાર્ટ 1’થી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાને વિલનની ભૂમિકા ભજવી છે. આ સિવાય શાઈન ટોમ ચાકો, મુરલી શર્મા અને પ્રકાશ રાજ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા છે.