February 6, 2025

અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા વિરમગામના યુવકને પરિવારને સોંપ્યો, 40 દિવસ પહેલા ગયો હતો અમેરિકા

Deportation: અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા યુવકને વિરમગામ પોલીસ સ્ટેશન લવાયો વેરીફીકેશન બાદ પરિવારજને સોંપવામાં આવ્યો હતો. યુવકનો જન્મ વિરમગામ ખાતે હોવાથી પોલીસ સ્ટેશન લવાયો હવે પરિવારને સોંપી દેવામાં આવ્યો છે.

લોકોને પાછા દેશમાં
ડોનાલ્ડ ટ્રમ્પ સરકારની નીતિના કારણે અમેરિકામાં જે કોઈ ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને પાછા જે તે દેશમાં મોકલવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત ગુજરાતના 33 પૈકી વિરમગામનો એક યુવક જયેશ રમેશભાઈ રામી પણ હતા. જેઓને અમદાવાદ એરપોર્ટ ખાતેથી એસ ઓ જી પોલીસ દ્વારા વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આજે લાવવામાં આવ્યો હતો. જ્યાં તેનું વેરિફિકેશન કર્યા બાદ તેના પરિવારને સોંપ્યો હતો.

આ પણ વાંચો: વાડજમાં કિન્નરોએ શ્વાન છોડીને પોલીસ પર કર્યો હુમલો, ફરિયાદ નોંધાઈ

ઘરે જવા યુવક રવાના થયો
વધુમાં યુવક સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે જયેશ રમેશભાઈ રામી અને તેની પત્ની બંને ગેરકાયદેસર 40 દિવસ પહેલા અમેરિકા પહોંચ્યા હતા જ્યાં 15 દિવસ તેની સરકાર દ્વારા કેમ્પમાં રખાયા હતા. ત્યારબાદ પરત મોકલવામાં આવ્યા યુવકને ખર્ચ બાબતે પૂછતા તેને જણાવ્યું હતું કે હાલ અમે એક પણ રૂપિયાનો ખર્ચ કરેલ નથી. ત્યાં કેમ્પમાં નોર્મલ વર્તન કરવામાં આવ્યું હતું. યુવકનું જન્મ સ્થળ વિરમગામ હોવાથી વધુ પૂછપરછ માટે વિરમગામ લવાયો હતો. હાલ યુવક મહેસાણાના કડી ખાતે રહે છે પોલીસ વેરિફિકેશન બાદ પોતાના ઘરે જવા યુવક રવાના થયો હતો. જ્યારે તેની પત્ની બનાસકાંઠા ખાતે પૂછપરછ કરવા મોકલવામાં આવી હતી.