November 19, 2024

દ્વારકામાં DAP ખાતરની માંગ વધી, ખાતર લેવા ખેડૂતોની લાગી લાંબી લાઈનો

Dwarka News: ગુજરાતમાં શિયાળુ વાવેતરના શ્રીગણેશ થઈ ગયા છે. ત્યારે દ્વારકામાં આવેલા ખંભાળિયામાં ડી.એ.પી ખાતરની માંગ વધી છે. શિયાળુ પાકનું વાવેતર થતા ખાતરની માંગ વધી છે. ખાતર વિક્રેતાઓ પાસે ડીએપી ખાતર લેવા ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે.

શિયાળુ વાવેતરના શ્રીગણેશ
ગુજરાતમાં શિયાળાનું આગમન થઈ ગયું છે. ત્યારે શિયાળો આવતાની સાથે ખેડૂતોએ વાવેતરના શ્રીગણેશ કરી દીધા છે. પાકમાં નાખવા માટે ખાતરની જરૂર પડતી હોય છે. ત્યારે દ્વારકામાં આવેલા ખંભાળિયામાં ખાતર વિક્રેતાઓ પાસે ડીએપી ખાતર લેવા ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ખાતરની તીવ્ર માંગ વચ્ચે વહેલી સવારથી ખેડૂતો ખાતર લેવા લાંબી લાઈનોમાં જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: પાંડેસરામાં બોગસ ડોકટરની તપાસમાં પ્રસાદ દુબે અને બબલુ શુક્લા બોગસ ડોક્ટર સાબિત

પાકનું ઉત્પાદન સારું થાય છે
ઉલ્લેખનીય છે કે જો પાકમાં ખાતર નાંખવામાં આવે છે તો પાકનું ઉત્પાદન સારું થાય છે. જો પાકને ખાતર મળતું નથી તો જેવું જોઈએ તેવું ઉત્પાદન મળતું નથી. જેના કારણે કોઈ પણ સિઝનમાં પાકનું વાવેતર કરવામાં આવે છે ત્યારે પહેલા ખાતરને લાવવામાં આવે છે.