September 19, 2024

છોટાઉદેપુર: ભારે વરસાદને પગલે પાકને થયેલા નુકસાનને કારણે ખેડૂતોઓએ કરી સહાયની માગ

નયનેશ તડવી, છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઇ જવાના કારણે ખેડૂતોના પાકને નુકશાન થવાની ભીતી સેવાઈ રહી છે.ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ, ખાતર, દવા નાખી વાવેતર કર્યું હતું, પરંતુ અંદાજિત 200 એકર ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

છોટાઉદેપુર જિલ્લામાં 5 દિવસ પડેલા અનરાધાર વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા.જેના કારણે પાક બળી જવાની કગાળ પર આવી ગયો છે. નસવાડી તાલુકાના ઘોડીસીમેલ ગામના ગામના ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણીનો સંગ્રહ થઈ ગયો હતો. જેના કારણે કપાસના છોડ હવે બળી ગયા છે. અંદાજિત 200 એકર જમીનમાં વરસાદી પાણીનો સંગ્રહ થઈ ગયો હતો.જે આ વરસાદી પાણી ખેતરોમાં સંગ્રહ થાય છે તે પાણીનો યોગ્ય નિકાલ કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી નથી. જેના કારણે પાણીનો નિકાલ થતો નથી.

આ ગરીબ આદિવાસી ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે.ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ ખાતર દવા દેવું કરીને લાવતા હોય છે. આ પાક બળી જવાની કગાળ પર આવી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.તંત્ર દ્વારા આ ખેડૂતોના ખેતરોનું સર્વે કરી યોગ્ય સહાય આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.