વિમાનનું ટાયર ફાટવાથી 2 લોકોના ઘટના સ્થળે જ મોત, એક ઘાયલ
Delta plane tire explodes at Atlanta airport: એરપોર્ટ પર મોટી દુર્ઘટના થઈ છે, હકિકતે, મેઈન્ટેનન્સ એરિયામાં પ્લેનનું ટાયર ફાટ્યું હતું. માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે. આ દુર્ઘટના Hartsfield-Jackson Atlanta International Airport એરપોર્ટ પર બની હતી અને જે વિમાનનું ટાયર ફાટ્યું તે ડેલ્ટા એરલાઇનનું હતું.
Two people were killed and a third seriously injured when a tire exploded as it was being removed from a Delta Air Lines plane at Hartsfield-Jackson Atlanta International Airport. pic.twitter.com/dxQ9ubeSIX
— Boar News (@PhamDuyHien9) August 27, 2024
જોરદાર ધડાકા સાથે અકસ્માત સર્જાયો હતો
આ દુર્ઘટના મંગળવારે સવારે થઈ, એન્જિનિયર્સ એટલાન્ટા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મેઈન્ટેનન્સ એરિયા 3માં પ્લેનમાં કોઈ કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક તેનું એક ટાયર જોરદાર ધડાકા સાથે ફાટ્યું. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ત્યાં કામ કરતા બે લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એકને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
એરલાઈને આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતું
ડેલ્ટા એરલાઇનના અધિકારીઓએ આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પ્લેન ગઈ કાલે રાત્રે લાસ વેગાસથી આવ્યું હતું. અકસ્માત બાદ તાત્કાલિક સ્થળ પર એલર્ટ આપવામાં આવ્યું હતું. ફાયર વિભાગ અને અન્ય બચાવ ટુકડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. એટલાન્ટા એરપોર્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર, દુર્ઘટનાના કારણ વિશે હજુ સુધી કંઈ જાણવા મળ્યું નથી.
પોલીસ સીસીટીવી ફૂટેજ સ્કેન કરી રહી છે
એરલાઈન્સ કંપનીએ આ મામલે તપાસ કરવાની સૂચના આપી છે. અકસ્માતનું કારણ જાણવા માટે સ્થળ પર લાગેલા સીસીટીવી કેમેરાનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે. એરલાઇન કંપની અને ઘટના સમયે સ્થળ પર કામ કરી રહેલા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.