January 19, 2025

દિલ્હીમાં ડ્રોનથી પાણી છાંટવાનો પ્રોજેકટ પણ ફેલ, આ વિસ્તારમાં AQI 400ને પાર

Delhi: દિલ્હીની હવા દિવસને દિવસે ઝેરી બની રહી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સ્થિતિમાં સુધારો થતો દેખાઈ રહ્યો નથી. આગામી 6 દિવસ સુધી દિલ્હીની હવા અત્યંત ખરાબ શ્રેણીમાં રહેવાની ધારણા છે. શનિવારે સવારે 5 વાગ્યે દિલ્હીનો હવા ગુણવત્તા સૂચકાંક 347 નોંધાયો હતો. જે અત્યંત નબળી શ્રેણીમાં છે. દિલ્હી સરકાર પ્રદૂષણનો સામનો કરવા માટે વિવિધ વ્યવસ્થાઓ કરી રહી છે. શુક્રવારે આનંદ વિહાર વિસ્તારમાં ડ્રોનનો ઉપયોગ કરીને પાણી છાંટવાનો પાઇલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. જે નિષ્ફળ રહ્યો હતો. હવાની ગુણવત્તા સુધારવા માટે દિલ્હીમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)-4 લાગુ કરવામાં આવ્યો છે.

દિલ્હીમાં શ્વાસ લેવો હજુ પણ જીવલેણ છે. ધૂળના કણો હવામાં ભળી જાય છે. હવા એટલી ખરાબ થઈ ગઈ છે કે લોકો શ્વાસ સંબંધી રોગોનો ભોગ બનવા લાગ્યા છે. શનિવારે સવારે ફરી સ્થિતિ અત્યાર સુધી જેવી જ રહી હતી. ખરાબ હવાની વાત કરીએ તો દિલ્હીના શાદીપુર, મુંડકા, જહાંગીરપુરી અને બવાનામાં AQI 400ને પાર કરી ગયો છે. આનંદ વિહાર, અલીપુર, અશોક વિહાર, દ્વારકા, નેહરુ નગર, પંજાબી બાગ, રોહિણીમાં પણ સ્થિતિ ગંભીર છે. અહીંની હવા પણ ખૂબ જ ખરાબ શ્રેણીમાં છે.

આ પણ વાંચો: Alert: ‘ફેંગલ’ તમિલનાડુ-પોંડિચેરીમાં મચાવશે કહેર! શાળા-કોલેજ બંઘ