દિલ્હી ચૂંટણી માટે AAPએ જાહેર કર્યો મેનિફેસ્ટો, દિલ્હીવાસીઓને આપ્યું 15 ગેરંટીઓનું વચન
Delhi: દિલ્હીમાં 2025ની વિધાનસભા ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા ઘણા વચનો આપવામાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટી (AAP) એ આજે સોમવારે ચૂંટણી માટે પોતાનો ઢંઢેરો બહાર પાડ્યો છે. પાર્ટીએ દિલ્હીના લોકો માટે 15 ગેરંટીઓનું વચન આપ્યું છે. આ ગેરંટીમાં રોજગાર ગેરંટી પણ શામેલ છે. આ પહેલા પણ પાર્ટી દ્વારા ઘણા જુદા જુદા વચનોની જાહેરાત કરવામાં આવી છે.
પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીનો મેનિફેસ્ટો બહાર પાડ્યો. દિલ્હીના મુખ્યમંત્રી આતિશી, સૌરભ ભારદ્વાજ અને મનીષ સિસોદિયા સહિત પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ પણ તેમની સાથે હાજર હતા. AAPનો આ ઢંઢેરો ભારતીય જનતા પાર્ટી (BJP) એ 25 જાન્યુઆરીએ પોતાનો ઢંઢેરો બહાર પાડ્યા બાદ આવ્યો છે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ‘સંકલ્પ પત્ર ભાગ-3’ રજૂ કર્યો હતો.
કેજરીવાલે કહ્યું, “કેજરીવાલની ગેરંટીનો અર્થ પાક્કી વાત… તેમા કોઈ વાત ખોટી ન હોય. જેમ કે આ લોકો ક્યારેક કહે છે સંકલ્પ પત્ર,, ક્યારેક આ, ક્યારેક તે. બધા જાણે છે કે તે નકલી છે. જ્યારે પહેલી ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું દરેકને 15 લાખ રૂપિયા આપીશ, દોઢ વર્ષ પછી એક ઇન્ટરવ્યુમાં અમિત શાહને પૂછવામાં આવ્યું કે પીએમ મોદીએ દરેકને 15 લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું, ત્યારે તેમણે કહ્યું કે તે ચૂંટણી સૂત્ર હતું. ભાજપ અને કોંગ્રેસ જેવા અન્ય પક્ષો ચૂંટણી દરમિયાન જે પણ જાહેરાતો કરે છે તે ફક્ત ચૂંટણીના સૂત્રો હોય છે.
#WATCH | AAP National Convenor Arvind Kejriwal announces his party's poll guarantees for #DelhiElections2025
He says, "Today, we are announcing 15 'Kejriwal ki guarantees' which will be fulfilled in the next 5 years. First, guarantee is of employment. Second guarantee – Mahila… pic.twitter.com/hnk4dbwLLX
— ANI (@ANI) January 27, 2025
તેમણે કહ્યું કે આ કોઈ કામચલાઉ ગેરંટી નથી, આજે અમે 15 ગેરંટી આપી રહ્યા છીએ. આ કેજરીવાલની ગેરંટી છે જે આગામી 5 વર્ષમાં પૂર્ણ થશે. તેમણે કહ્યું કે પહેલી ગેરંટી રોજગાર ગેરંટી છે. કેજરીવાલે કહ્યું કે કેન્દ્ર સરકારના ડેટા અનુસાર, દિલ્હીમાં બેરોજગારીનો દર સૌથી ઓછો છે. રાષ્ટ્રીય સ્તરે બેરોજગારીનો દર લગભગ 6% છે, પરંતુ દિલ્હીમાં બેરોજગારીનો દર લગભગ બે ટકા છે. પણ કોઈ પણ વ્યક્તિ ગમે તેટલી બેરોજગાર હોય, બેરોજગારી એ બેરોજગારી જ રહે છે. અમે ઇચ્છીએ છીએ કે દિલ્હીમાં એક પણ બેરોજગાર વ્યક્તિ ન રહે.
આ પણ વાંચો: મહાકુંભમાં અમિતશાહે લગાવી આસ્થાની ડૂબકી, પરિવાર સાથે પહોંચ્યા પવિત્ર નગરી
AAP વડા કેજરીવાલે પાર્ટીના ઘોષણાપત્રમાં યુવાનોને રોજગાર, મહિલા સન્માન યોજના અને વૃદ્ધોને મફત સારવારની ખાતરી આપી હતી. તેમણે સત્તામાં આવ્યા પછી વિદ્યાર્થીઓને મફત બસ મુસાફરી અને મેટ્રો ભાડામાં ૫૦ ટકા છૂટ આપવાનું વચન આપ્યું હતું. આ સાથે, મફત શિક્ષણ, આરોગ્યસંભાળ, મહિલાઓ માટે બસ મુસાફરી, પાણી અને વીજળી સહિત છ હાલના લાભો ચાલુ રહેશે.