January 6, 2025

વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાનીના લિસ્ટમાં દિલ્હી ચોથા સ્થાને

દિલ્હી: આજના સમયમાં પ્રદૂષણ એક મોટી સમસ્યા બની ગઈ છે. ત્યારે એક અહેવાલ પ્રમાણે પ્રદૂષણના મામલે દિલ્હી સતત ચોથી વખત ટોચ પર જોવા મળ્યું છે. દેશની રાજધાની ફરી એકવાર વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની બની ગઈ છે. જોકે આ સમાચાર ખુબ ખરાબ કહી શકાય.

હવાની ગુણવત્તા
ફરી એકવાર વિશ્વની સૌથી પ્રદૂષિત રાજ્યમાં દિલ્હી પ્રથમ ક્રમાંકે આવ્યું છે. દેશવાસીઓ માટે આ ખુબ ખરાબ સમાચાર કહી શકાય. સ્વિસ સંસ્થા IQAir દ્વારા વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2023માં આપેલી માહિતી અનુસાર ભારતની હવામાન ગુણવત્તા ખુબ ખરાબ જોવા મળી રહી છે. જેમાં 134 દેશોમાંથી ભારત ત્રીજા સ્થાન પર છે. 2022માં ભારત પ્રદૂષણમાં આઠમા સ્થાન પર દેશ હતો અને 2023માં ભારત ત્રીજા સ્થાન પર પહોંચી ગયો છે.

માનવ જીવન માટે ખતરો
તમનો જણાવી દઈએ કે દિલ્હીને 2018થી સતત ચાર વખત વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાનીનો દરજ્જો મળ્યો છે. 2022થી વિશ્વમાં પ્રદૂષણ સતત વધી રહ્યું છે. વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટમાં 131 દેશો, પ્રદેશો અને પ્રદેશોમાં 7,323 સ્થળોનો ડેટાનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક રિપોર્ટ અનુસાર વિશ્વમાં 10 લોકોમાંથી 1નું મોત પ્રદૂષણના કારણે થઈ રહ્યું છે. વિશ્વમાં વાયુ પ્રદૂષણએ માનવ જીવન માટે ખતરો છે.

બિમારીમાં વધારો
પ્રદૂષણમાં સતત વધારાના કારણે લોકોને અનેક બિમારીનો સામનો કરવો પડી શકે છે. જેમાં PM2.5 વાયુ પ્રદૂષણના સંપર્કમાં આવવાથી અસ્થમા, કેન્સર, સ્ટ્રોક અને ફેફસાના રોગ સહિત અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં વધારો થઈ શકે છે. વાત અહિંયાથી ખતમ થતી નથી તેનાથી આગળ તમને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જેમાં માનસિક સ્વાસ્થ્યને પણ અસર થઈ શકે છે. આજના સમયની મોટી બિમારીમાં પણ વધુ બગડી શકે છે, જેમાં ડાયાબિટીસ, કેન્સર, ટીબી જેવી બિમારીમાં વધારો થઈ શકે છે.

ગુજરાતમાં વધુ પ્રદૂષણ
મહારાષ્ટ્રના ઘણા શહેરમાં પ્રદૂષણ વધી રહ્યું છે. પરંતુ તેનાથી પણ વધુ હવે ગુજરાતમાં પ્રદૂષણ વધી રહ્યું છે. જેમાં વટવા અને અંકલેશ્વરમાં 2021 ની સરેરાશ PM 2.5 સાથે 67 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર સાથે આ વિસ્તારની સૌથી વધુ પ્રદૂષિત હવા છે. વાપી અને અમદાવાદમાં 2021માં સૌથી વધારે પ્રદૂષણની માત્રા સામે આવી હતી. હવે તો આ વર્ષમાં તો તેનાથી પણ વધુ ગુજરાતમાં પ્રદૂષણ વધી ગયું છે અને લોકોમાં બિમારીનું પ્રમાણ પણ પહેલા કરતાં વધી ગયું છે.