December 28, 2024

Delhi પોલીસ કરશે આજે Kejriwalના માતા-પિતાની પૂછપરછ

દિલ્હી: સ્વાતિ માલીવાલ પર હુમલાના કેસમાં અરવિંદ કેજરીવાલના માતા-પિતા અને તેમની પત્ની સુનીતા કેજરીવાલની પૂછપરછ આજે કરવામાં આવશે. જેને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ એક બાદ એક કેજરીવાલના ઘરે પહોંચી રહ્યા છે.

મારપીટનો મામલો આવ્યો સામે
રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર મારપીટનો મામલો 13 મેના રોજ સામે આવ્યો હતો. ત્યારબાદ દિલ્હી પોલીસે લે FIR નોંધી હતી. આ બાદ આરોપી વિભવ કુમારની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસને લઈને આજે પોલીસ કેજરીવાલના પત્નીની સાથે તેના માતા-પિતાની પૂછપરછ કરી શકે છે. આ અંગે કેજરીવાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જાણકારી આપી હતી. જે પોસ્ટમાં તેમણે લખ્યું કે આજે દિલ્હી પોલીસ મારા માતા-પિતાની પૂછપરછ કરશે. જોકે કેમ તેમના માતા-પિતાની તપાસ કરવામાં આવશે તે વિશે કંઈ જણાવ્યું ના હતું.

આ પણ વાંચો: ‘ક્યારેય નહીં આપુ CM પદથી રાજીનામુ…’, અરવિંદ કેજરીવાલનો દાવો

આતિશી શું કહ્યું
આતિશીએ કહ્યું કે ભાજપ દરરોજ એક નવું ષડયંત્ર રચે છે. પહેલા જેલમાં નાખીને શરૂ કર્યું હવે સ્વાતિ માલીવાલના ખોટા કેસમાં ફસાવીને ભાજપે આ નવું ષડયંત્ર આગળ ધપાવ્યું છે. ભાજપ સતત ખરાબ ચાલ રમી રહ્યું છે. અરવિંદ કેજરીવાલની આ પોસ્ટ બાદ આમ આદમી પાર્ટીએ ભાજપની આકરી નિંદા કરી રહ્યું છે.

ભાજપ આ વખતે હારી જશે
આ દિવસોમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન પર જેલની બહાર છે. તેઓ સતત રેલીઓ અને જાહેર સભાઓને સંબોધતા રહે છે. તેઓ સતત દાવો કરી રહ્યા છે કે 4 જૂને ભારતીય જનતા પાર્ટી (BJP) હારી જશે અને I.N.D.I.A ગઠબંધન સરકાર બનશે. અરવિંદ કેજરીવાલે આપેલા ઈન્ટરવ્યુમાં ભારતીય જનતા પાર્ટી પર ઘણા આરોપો પણ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે તેમને કેમ લાગે છે કે ભાજપ આ વખતે હારી જશે. તેમણે દિલ્હીની લડાઈ, કોંગ્રેસ સાથેની તેમની નવી મિત્રતા, તેમની પત્ની સુનીતા કેજરીવાલની રાજકીય ભૂમિકા અને અન્ય ઘણા મુદ્દાઓ વિશે પણ વાત કરી.