February 23, 2025

આતિશી માર્લેના બનશે દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય

નવી દિલ્હીઃ દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ હશે તે નામ અંગે સસ્પેન્સ ખૂલી ગયું છે.  આમ આદમી પાર્ટીના આતિશી દિલ્હીના નવા સીએમ બનશે. અરવિંદ કેજરીવાલના ઘરે AAP ધારાસભ્ય દળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના સ્થાને કોણ મુખ્યમંત્રી બનશે તેનો નિર્ણય લેવાઈ ગયો છે. આ દરમિયાન AAP ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે કહ્યું છે કે, સુનિતા કેજરીવાલને મુખ્યમંત્રી બનવામાં રસ નથી. ભારદ્વાજે એ વાત પર પણ ભાર મૂક્યો છે કે, કોઈ પણ મુખ્યમંત્રી બને, ખુરશી અરવિંદ કેજરીવાલની જ રહેશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિલ્હી સરકારની નવી કેબિનેટમાં એક દલિત મંત્રી પણ હોઈ શકે છે. કૈલાશ ગેહલોતના નામ પર પણ ચર્ચા ચાલી રહી છે. પાર્ટીએ 26 સપ્ટેમ્બરથી દિલ્હી વિધાનસભાનું સત્ર બોલાવ્યું છે.